ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરાનું જિલ્લાનું રિઝલ્ટ 61.21% આવ્યું છે. ગત વર્ષે 60.19% પરિણામ આવ્યું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે 1.02% પરિણામ વધારે આવ્યું છે. સારૂ રિઝલ્ટ આવતા અંબે વિદ્યાલયમાં વિદ્યાર્થિનીઓ ગરબે ઘૂમી હતી. ધો. 10ના વિદ્યાર્થીઓ www.gseb.org પરથી પોતાનું પરિણામ બેઠક નંબરના આધારે જોઈ શકશે.
મારે MBBS કરીને ડોક્ટર બનીને સેવા કરવી છે
ધો-10મા 98.73 પર્સેન્ટાઇલ સાથે A-1 ગ્રેડ મેળવનાર પૃથા ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હું હરણી રોડ જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કરૂં છું, હું આખા વર્ષ દરમિયાન રોજ 4 કલાક વાંચન કરતી હતી અને પરીક્ષા સમયે 6થી 7 કલાક વાંચતી હતી. મારે MBBS કરીને ડોક્ટર બનીને લોકોની સેવા કરવી છે. હું કહેવા માંગીશ કે, ટીચર ભણાવે તે પ્રમાણે રોજ અભ્યાસ કરો અને સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરો.
અલકાપુરી | 70.66% |
માંડવી | 57.69% |
કારેલીબાગ | 78.57% |
કારેલીબાગ-1 | 61.75% |
મકરપુરા | 71.85% |
બાજવા | 55.89% |
સયાજીગંજ | 65.85% |
રાવપુરા | 64.22% |
વાસણા | 77.82% |
ગોત્રી | 55.41% |
સમા | 71.17% |
ઇન્દ્રપુરી | 68.05% |
આજવા રોડ | 67.85% |
વારસીયા | 44.05% |
માંજલપુર | 62.97% |
મકરપુરા તરસાલી | 66.31% |
ડભોઇ | 49.63% |
શિનોર | 74.93% |
પાદરા | 48.36% |
સાવલી | 43.32% |
ડેસર | 56.15% |
વાઘોડિયા | 54.08% |
મિયાગામ કરજણ | 54.54% |
સાધી | 64.53% |
કાયાવરોહણ | 55.04% |
જરોદ | 62.84% |
છાણી | 41.93% |
કંડારી | 64.10% |
ભાયલી | 41.57% |
વલણ | 55.13% |
સાંઢાસલ | 29.60% |
મુવાલ | 66.94% |
પોર | 48.30% |
ડબકા | 27.37% |
વાંકાનેર | 52.29% |
રાયકા | 54.68% |
ગ્રેડ | વિદ્યાર્થીઓની સંખ્યા |
A-1 | 478 |
A-2 | 2505 |
B-1 | 4288 |
B-2 | 5747 |
C-1 | 6168 |
C-2 | 3657 |
D | 268 |
E1 | 2 |
વડોદરા | 61.21% |
દાહોદ | 58.48% |
પંચમહાલ | 58.60% |
મહીસાગર | 59.55% |
છોટાઉદેપુર | 61.20% |
નર્મદા | 62.41% |
ભરૂચ | 64.66% |
કોરોના કાળના બે વર્ષ પછી બોર્ડ પરીક્ષાઓ વિદ્યાર્થીઓએ શાંતિ પૂર્વક આપી છે. ગત વર્ષે કોરોનાની બીજી લહેરના પગલે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જોકે ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. વડોદરા શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે ધોરણ 10ના 70,494 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. વિદ્યાર્થીઓના પરિણામને લઇને વાલીઓ પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની કોરોનાના કપરા કાળ પછી કસોટી સમાન પરીક્ષા બની રહી હતી. જોકે પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓ-વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. વિદ્યાર્થીઓ કોરોના કાળમાં સતત બે વર્ષ સુધી ઓનલાઇન અભ્યાસ કર્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓના લખાણ પર અસર થઇ હતી. બોર્ડ દ્વારા પરિણામ જાહેર થયાના 7 થી 8 દિવસમાં માર્કશીટ ડીઇઓ કચેરીને પહોંચાડવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.