તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોપી ઝડપાયો:વડોદરાના CP શમશેરસિંઘની ફેક સોશિયલ મિડિયા પ્રોફાઈલ બનાવનારને સાયબર ક્રાઈમે દિલ્હીથી દબોચ્યો

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફેક પ્રોફાઈલની તસવીર - Divya Bhaskar
ફેક પ્રોફાઈલની તસવીર
  • પોલીસે આરોપીની દિલ્હીમાં ધરપકડ બાદ વડોદરા લાવવા તજવીજ હાથ ધરી

વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેરસિંઘની ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવનારની સાયબર ક્રાઇમે દિલ્હીથી દબોચી લીધો છે. પોલીસ વિભાગ અને સાયબર ક્રાઇમે ગંભીર નોંધ લેતા ફેક પ્રોફાઇલ બનાવનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તેવામાં સાયબર ક્રાઇમની ટીમ દિલ્હી પહોંચી હતી.

મોબાઈલમાં CPની તસવીર મળી
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના માધ્યમથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એક શખસને સાયબર ક્રાઇમે દબોચી લીધો હતો. જોકે આ શખ્સની પોલીસે તપાસ કરતા તેના મોબાઇલ ફોનમાંથી શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘનો ફોટો મળી આવ્યો હતો. જેથી પૂરતી ખાતરી કરતાં પોલીસે તેની ધરપકડ કરી વડોદરા લાવવા તજવીજ હાથ ધરી છે.

ખુદ CPએ લોકોને સાવચેત કર્યા હતાગત તા. 13 ફેબ્રુઆરીના રોજ મોડી સાંજે એકા એક અનેક લોકોને શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘના ફોટા વાળી પ્રોફાઇલથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ટ કરનાર કેટલાક લોકો પાસેથી રૂપિયાની પણ માગણી કરવામાં આવી હતી. દરમિયાન આ બાબત શહેર પોલીસ કમિશનર અને સાયબર ક્રાઇમના ધ્યાને આવી હતી. જેથી આ ફેસબુક પ્રોફાઇલ ફેક હોવાથી કોઇએ એક્સેપ્ટ ન કરવી તેવી જાહેર સૂચના ખુદ પોલીસ કમિશનરે પોતાના ઓરિજિનલ ફેસબુક વોલ પર કરી હતી.

વિધાનસભા અધ્યક્ષના નામે પણ ફેક આઈડી બની હતી
તાજેતરમાં જ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે બોગસ પ્રોફાઇલ બનાવી લોકો પાસેથી રૂપિયા માગવાનો કિસ્સો સામે આવતા આ મામલે સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાયો હતો. અને સાયબર ક્રાઇમની ટીમે ફોન પે જેવી બેન્ક ખાતાની વિગતો દ્વારા હરિયાણાથી બે શખસોની ધરપકડ કરી હતી. ત્યારબાદ વડોદરા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંઘના ફોટો અને નામનો ઉપયોગ કરી સાયબર માફીયાઓ દ્વારા ફેક ફેસબુક પ્રોફાઇલ બનાવી ઉપરોક્ત મોડ્સ ઓપરેન્ડી વાપરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો