સાદી કેદની સજા:વડોદરામાં મિત્રને ઉછીના નાણાં પરત ન આપવાના કેસમાં રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા શખસને 2 વર્ષની સાદી કેદનો કોર્ટનો હુકમ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂપિયા સમયસર પરત ન કરતા કારેલીબાગ રહેતા યુવકે તેના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને ખોડલ કન્ટ્રક્શન અને રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતા મયંક બ્રહ્મભટ્ટ પાસેથી તેમના મિત્ર સંજયકુમાર ઢીંગરાએ હાથ ઉછીના રૂપિયા લીધા હતા. જે રૂપિયા સમયસર પરત ન કરતા મયંકે તેમના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જે ફરિયાદના આધારે કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે ભેજાબાજ વિરુદ્ધ બે વર્ષની સાદી કેદનો હુકમ કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સમાં સાવલી રોડ પર આવેલા શુકન ફ્લેટમાં સંજયકુમાર ઢીંગરા રહે છે. જેમણે તેમના અંગત કારણોસર કારેલીબાગ વિસ્તારની અશોક 2, વાટિકામાં રહેતા તેમના મિત્ર મયંક બ્રહ્મભટ્ટ પાસેથી રૂપિયા 3.85 લાખ લીધા હતાં. જે નાણાં સમયસર ચૂકવી દેવાની બાંહેધરી પણ આપી હતી. અને તે બાંહેધરીના રૂપમાં તેમને એક ચેક પણ આપ્યો હતો.

સમય પસાર થતાં ફરિયાદીએ ચેક તેમના ખાતામાં જમા કરાવ્યો હતો. પરંતુ તે ચેક રિટર્ન જતા તેઓ શોકમાં મુકાઈ ગયા હતા. ચેક રિટર્ન થતા એમની સાથે ફ્રોડ થયું હોવાનું માલુમ પડ્યું હતું. જેના આધારે તેમને ફરિયાદ નોંધાવતા ધી નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ હેઠળ કેસ ચીફ જસ્ટિસ જે.વી.જોશીની કોર્ટમાં ચાલી જતા ફરિયાદીના પુરાવાના અને ફરિયાદીના વકીલ રોહિત.કે.ભાવસારની આરોપી વિરૂદ્ધ ની દલીલ અને પુરાવાના આધારે આરોપીને રૂપિયા 7.50 લાખ અને બે વર્ષની સાદી કેસની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...