ચુકાદો:વડોદરામાં ધો.9ની વિદ્યાર્થિનીને સિંગિંગ અને ફિલ્મ આલ્બમ બનાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરનારને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્ટે આરોપીના ગુનાને ગંભીર ગણાવતાં 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. - Divya Bhaskar
કોર્ટે આરોપીના ગુનાને ગંભીર ગણાવતાં 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.
  • આરોપીએ ભાડાની કારમાં બેસાડીને જુદી જુદી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું

વડોદરા શહેરમાં વર્ષ–2018માં ધો–9માં અભ્યાસ કરતી કિશોરીને યુવકે સિંગિંગ શીખવાડવા અને ફિલ્મ આલ્બમ બનાવવાની લાલચ આપી હતી. કિશોરીને ખોટા સપના બતાવી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું.લગ્ન કરવાની લાલચ આપી તેને ગાડીમાં ફેરવીને યુવકે અલગ અલગ જગ્યાએ લઈ દુષ્કર્મ આચરનાર નરાધમને સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

મહેસાણાના યુવકે દુષ્કર્મ આચર્યું હતું
વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતી ધો - 9 માં ભણતી કિશોરી સાથે 25, ઓક્ટોબર-18ના રોજ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં મેલજીભાઇ ઉર્ફે જયપાલ ભલાભાઇ રાવળે (ઉં-22) રહે- મહેસાણા) કિશોરીને સિંગિગ શીખવાડવા અને ફિલ્મી આલ્બમ બનાવવા તેમજ લગ્નની લાલચ આપી વિદ્યામંદિર સ્કૂલ નજીકથી ભાડાની કારમાં બેસાડીને જુદી જુદી જગ્યાઓ પર લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. જે ગુનાની તપાસ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી હતી.

કોર્ટે સજા અને દંડ ફટકાર્યો
પોલીસે આરોપી અને ભોગ બનનારને કડી વિદ્યા ગામેથી પકડી પાડ્યા હતા.કિશોરીનું તેના વાલી અને એનજીઓ મારફતે કાઉન્સિલીંગ કરાવવામાં આવ્યું હતું.ભોગ બનનાર કિશોરીના નિવેદન અને શારીરિક તપાસમાં તેના પર બળાત્કાર થયાનું પુરવાર થયું હતું. સમગ્ર મામલો નામદાર સ્પેશિયલ પોક્સો જજ ની કોર્ટમાં ચાલી ગયો હતો. સુનાવણીમાં મેડિકલ એવિડન્સ, ફોરેન્સિક એવિડન્સ અને ઇલેક્ટ્રોનિક એવિડન્સ તથા 29 જેટલા સાહેદોના પૂરાવા લક્ષમાં લઇને કોર્ટો ચુકાદો આપતા આરોપીને વીસ વર્ષની સખત સજા અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...