તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:જુગારધામના કેસમાં વડોદરા કોર્ટમાં મોબાઇલના ડુપ્લિકેટ બિલ રજૂ કરનારા વોન્ટેડ પિતા-પુત્રી પૈકી પિતાની આગોતરા જામીન અરજી નામંજૂર

વડોદરા6 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપી પાસેથી કબજે કરેલા મોબાઇલ ફોન કોર્ટમાંથી છોડાવવા માટે બનાવટી બિલ રજૂ કર્યાં હતા

વડોદરા ક્રાઇમ બ્રાંચે જુગાર ધામ પર પાડેલા દરોડા દરમિયાન આરોપી પાસેથી કબજે કરેલા મોબાઇલ ફોન કોર્ટમાંથી છોડાવવા માટે બનાવટી બિલ રજૂ કરનાર પિતા-પુત્રી વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપી પિતા-પુત્રી પૈકી પિતાની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

ત્રણેય બિલમાં મોબાઇલનો આઇએમઇઆઇ નંબર અલગ-અલગ જણાઇ આવ્યો
વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના તાંબા હેઠળ આવેલ ચીફ કોર્ટમાં ફરજ બજાવતા રજિસ્ટ્રારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, વડોદરા ક્રાઇમ બ્રાંચે જુગારધામ પર દરોડો પાડીને આરોપી પાસેથી મોબાઇલ ફોન કબજે કર્યો હતો, જે મોબાઇલ ફોન પરત મેળવવા માટે અંકિતા સોની(રહે, મુક્તાનંદ સોસાયટી, વાઘોડિયા રોડ, વડોદરા)એ અદાલતમાં અરજી કરી હતી. જે દરમિયાન માં એન્ટરપ્રાઇઝ હાઉસ ઓફ મોબાઈલ અને સદગુરુ મોબાઈલ નામના ત્રણ બિલો અલગ-અલગ સમયે કોર્ટમાં રજૂ કર્યાં હતા. જે ત્રણેય બિલોમાં મોબાઇલ ફોનનો આઇએમઇઆઇ નંબર અલગ-અલગ જણાઇ આવ્યો હતો.

ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી
નોંધનીય છે કે, સદગુરુ મોબાઈલ દુકાનના માલિક અનિલભાઈ સચદે દ્વારા આપવામાં આવેલા બિલમાં આઇએમઇઆઇ નંબર અલગ હતો. જ્યારે માં એન્ટરપ્રાઇઝના દુકાન માલિક અજિત સચદેની પૂછપરછ કરતા તેણે અંકિતા નામની વ્યક્તિને કોઇ મોબાઈલ ફોન વેચાણ ન કર્યું હોવાનું જણાવ્યું હતું. અંકિતા સોનીએ ખોટા અને બનાવટી બિલો કોર્ટની કાર્યવાહીમાં રજૂ કરતા ફરિયાદના આધારે ગોત્રી પોલીસે અંકિતા સોની અને તેના પિતા પ્રફુલભાઇ સોની વિરૂદ્ધ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રફુલભાઇ સોનીએ વડોદરા કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ, કોર્ટે અરજી નામંજૂર કરી છે.

અદાલતે ફક્ત અંકિતાબેન સોની વિરૂદ્ધ FIR કરવા હુકમ કર્યો હતો
અરજદાર તરફી વકીલ ડીએમ ભાલીયાએ દલીલ કરી હતી કે, અદાલતે ફક્ત અંકિતાબેન સોની વિરૂદ્ધ FIR કરવા હુકમ કર્યો હતો, પરંતુ, પોલીસે અરજદાર આરોપીને પણ FIRમાં આરોપી તરીકે દર્શાવ્યો છે અને તેમના વિરૂદ્ધ ખોટી ફરીયાદ કરવામાં આવી છે. જેથી તેમની પ્રતિષ્ઠા ખરડાય તેમ છે. જેથી આરોપીને યોગ્ય શરતોને આધિન આગોતરા જામીન ઉપર મુક્ત કરવામાં આવે.

હાલ તપાસ ચાલુ છે, ત્યારે આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવું ન્યાય હિતમાં જણાતું નથી
તો બીજી તરફ સરકાર તરફે એજીપી એચ.આર. જોષીએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, FIR નોંધનાર પોલીસ અધિકારીએ આરોપીનું નામ ફરિયાદમાં દર્શાવ્યું છે, તે ગેરકાયદેસર હોય તેવું હું માનતો નથી. અદાલતમાં બનાવટી તથા ખોટા બિલો રજૂ થયા છે, તે ખુબ જ ગંભીર બાબત છે. આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવામાં આવે તો પોલીસ તપાસને વિપરીત અસર થવા ઉપરાંત અન્ય આવા પ્રકારના ગુના કરવાનું ગુનાહિત માનસિકતા ધરાવતા શખ્સોને ગુના કરવામાં પ્રોત્સાહન આપવા સમાન ગણાય. હાલમાં તપાસ ચાલુ છે, ત્યારે આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવું ન્યાય હિતમાં જણાતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો