તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિવિઝન અરજી:વડોદરા ક્રાઈમ બ્રાન્ચે જુગારના દરોડામાં કારમાંથી કબજે કરેલા 2 લાખ રૂપિયા અરજદારને પરત કરવા કોર્ટનો આદેશ

વડોદરા8 મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદરા કોર્ટની ફાઇલ તસવીર - Divya Bhaskar
વડોદરા કોર્ટની ફાઇલ તસવીર
 • નાગરવાડામાં ધમધમતા જુગારધામ પર રેડ પાડીને પોલીસે કાર અને તેમાં પડેલી રોકડ રકમ જપ્ત કરી હતી
 • બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે અરજદારના રોકડા 2 લાખ રૂપિયા પરત સોંપવાનો હુકમ કર્યો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે નાગરવાડામાં ધમધમતા અનવર સીધીના જુગારધામ પર દરોડો પાડીને અનવર સિંધી અને અન્ય શખ્સોને ઝડપી પાડીને રોકડ રકમ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કારમાં મળી આવેલા બે લાખ રૂપિયા રોકડા પણ મુદ્દામાલમાં કબજે કર્યાં હતા. જે પરત મેળવવા અરજદારે વડોદરા કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી, જે અરજ કોર્ટે મંજૂર કરીને અરજદારને 2 લાખ રૂપિયા પરત કરવાનો હુકમ કર્યો છે.

અગાઉ કોર્ટે કાર પરત કરવાનો આદેશ કર્યો હતો વડોદરા કોર્ટમાં કરેલી રિવિઝન અરજીમાં જણાવ્યું હતું કે, DCB પોલીસે જુગારના કેસમાં અરજદારની કાર સાથે ધરપકડ કરી હતી, જે કારમાં રોકડા 2 લાખ રૂપિયા હતા, જેને ખોટી રીતે પોલીસે ગુનાના કામે કબજે લીધા હતા. અગાઉ 17 ફેબ્રુઆરીના રોજ મુદ્દામાલ પરત મેળવવાની અરજી કરી હતી, તેમાં કાર પરત સોંપવાનો કોર્ટે હુકમ કર્યો હતો અને અરજદારની કાર તથા રોકડ રકમ 2 લાખ રૂપિયા અનવર હુસેન સિંધીની હોવાનું માની તે અરજી રદ્દ કરી હતી, જેથી હાલની રિવિઝન અરજ દાખલ કરી હતી.

અગાઉ 2 લાખ રૂપિયાની રકમ બાબતે પુરાવા રજૂ કર્યાં નહોતા ગુનાની તપાસ કરનાર PSI એ.આર. ચૌધરી રજૂ કરેલા અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, અરજદારે નિવેદનમાં કહ્યું હતું કે, સપ્ટેમ્બર-2019માં આદિલ અનવર સિંધી (રહે, નાગરવાડા)ને કાર 3.25 લાખમાં વેચવાની છે, તેમ કહી તે કારમાં ધંધાની રોકડ રકમ રૂપિયા 2 લાખ રાખેલી હતી, જે કાઢવાનું ભૂલી ગયા હતા, ત્યારે રાત્રીના સમયે પોલીસ સાથે જુગારની રેડ કરતા અનવર સિંધી તથા જુગાર રમવા માટે આવેલા અન્ય શખ્સો પકડાયા હતા અને કાર કબજે કરી હતી. આ દરમિયાન તે કાર પરત મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ રોકડ રકમ બાબતે કોઈ પુરાવા રજૂ કર્યાં ન હતા જેથી રકમ પરત નહીં સોંપવા અભિપ્રાય આપ્યો હતો.

આ રકમ માટે અન્ય કોઈ વ્યક્તિ એ ક્લેઇમ કર્યો નહોતો અરજદાર તરફે વકીલ આઈ.જી દૂધવાળા અને સરકાર તરફે વકીલ અનિલ દેસાઈ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી દલીલો કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર આ ગુનામાં આરોપી નથી. જુગારના દરોડા દરમિયાન કબજે કરેલી કાર અનવર હુસેન સિંધીના કબજામાંથી સિઝ કરી છે, જેને કારમાંથી કબજે કરેલી રોકડ રકમ અરજદાર હેમીલ પટેલને પરત આપવામાં આવે તો વાંધો ન હોવાનું રજૂ કર્યું છે. આ રકમ માટે અન્ય કોઈ વ્યક્તિ એ ક્લેઇમ કર્યો નથી, જેથી રોકડ રકમ પરત સોંપવા હાલની રિવિઝન મંજૂર કરવી જોઈએ. બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે અરજદારના રોકડા 2 લાખ રૂપિયા પરત સોંપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો