તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Corporation Standing Committee Meeting Will Approve Crores Of Works Including Pradhan Mantri Awas Yojana, Drainage And Water Supply.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલે સ્થાયી સમિતિની બેઠક:વડોદરા મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, ડ્રનેજ અને પાણી પુરવઠા સહિતના કરોડોના કામોને મંજૂરી અપાશે

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વડોદરા મહાનગરપાલિકાની કચેરી(ફાઇલ તસવીર)
  • ઓછી આવક ધરાવતા લોકો માટે વડોદરા શહેરમાં વિવિધ પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું છે

વડોદરા મહાનગરપાલિકામાં આવતીકાલ શુક્રવારે સ્થાયી સમિતિની બેઠક યોજાશે. આ બેઠક દરમિયાન સામાન્ય વહીવટ વિભાગ, લીગલ શાખા, ઢોર ડબ્બા શાખા, ડ્રેનેજ વરસાદી ગટર શાખા, સેન્ટ્રલ સ્ટોર પાણી પુરવઠા સહિતના વિભાગોના કરોડો રૂપિયાના કામો સ્થાયી સમિતિની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને પીવાના પાણીની લાઈન તથા ડ્રેનેજ લાઈન ભંગાણ દુરસ્તીના કામો રજૂ થયા છે. બેઠક બાદ ચર્ચા વિચારણાના અંતે નિર્ણયની અંતિમ મહોર લાગશે.

તાજેતરમાં વડોદરા મહાનગરપાલિકાની હદમાં નવા વિસ્તારો તથા નવા વોર્ડની રચના કરવામાં આવી છે. વુડા હસ્તકના 7 ગામોનો પણ પાલિકામાં સમાવેશ કરાયો છે. પરિણામે ડ્રેનેજ સફાઇની કામગીરીમાં વધારો થયો છે તેમજ આવનારા દિવસોમાં પણ ડ્રેનેજ સફાઇની કામગીરી વધશે. આ ઉપરાંત જુદા-જુદા વિસ્તારોમાં ડ્રેનેજની લાઇન ચોકઅપ થવી તથા મુખ્ય માર્ગ ઉપર દૂષિત પાણી ઉભરાવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ કામગીરી નગરજનોના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી હોય જેથી તેના નિરાકરણ માટે પાલિકાની માલિકીના 14 નંગ જેટિંગ મશીન થકી ડ્રેનેજની કામગીરી કરવામાં આવે છે. વિસ્તારો વધતા જેટિંગ મશીનની જરૂરિયાત પણ વધી છે, જેથી પાલિકા 1.32 કરોડના ખર્ચે ૩ નંગ જેટિંગ મશીનની ખરીદી કરશે.

આ ઉપરાંત એલએન્ડટી નોલેજ સિટી વિસ્તારમાં આવેલા બાપોદ સરકારી તલાવડીને ઉંડુ કરીને તેના બ્યુટીફિકેશન કરવાની કામગીરી એલએન્ડટી કંપની દ્વારા શરૂ કરવામાં આવી હતી. કામગીરી દરમિયાન અણખોલ ગામના રહેવાસીએ તલાવડીમાં જવા આવવા રસ્તો આપવા કલેક્ટરને અરજી કરીને કામગીરી અટકાવી હતી. જોકે, કંપનીની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તળાવ ફરતે એક જ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ રાખીને અરજદારની રજૂઆત માન્ય નહીં રાખવાનો હુકમ થયો હતો, ત્યાર બાદ હવે ફરી આ કામ શરૂ કરવા અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે.

સાથે સાથે રાજ્યની તમામ મહાનગરપાલિકામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજીક શૈક્ષણીક પછાત વર્ગ માટે નોકરીમાં અનામતને લગતી રાજ્ય સરકારની રોસ્ટર નીતિ પ્રમાણે નિયમો અનુસાર વડોદરા મહાનગરપાલિકામાં રોસ્ટર નીતિના અમલીકરણ મોનીટરીંગ તેમજ દેખરેખ મુજબ રોસ્ટર રજીસ્ટર નિભાવણી તેમજ પ્રમાણિત કરવાની પ્રણાલિકા અમલમાં છે. બઢતી ડીપીસી કમિટીના સ્થાને રોસ્ટર કમિટીની રચના કરવામાં આવી છે, જે અંગે સ્થાયી સમિતિ મારફત સમગ્ર સભાની મંજૂરી લેવાશે

સ્થાયી સમિતિની બેઠકમાં વીતેલા વર્ષે વહીવટી વોર્ડ નં-5 , 7 અને 8માં કોવિડ-19 અંતર્ગત બેરીકેટીંગ કરવા વિવિધ વિસ્તારોમાં પતરાની અળાશ ઉભી કરવા અઢી કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. આ દરખાસ્ત અગાઉ રજુ થતાં વિવાદનો મધપુડો છંછેડાયો હતો. ત્યાર બાદ ફરી આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને નજીવી કિંમતે થનારા ખર્ચ પાછળ આટલી મોટી કિંમતની ચૂકવણી કરવામાં સત્તાધીશોએ ઉલ્ટા ચશ્મા પહેરવાનું કામ કર્યું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. કારણ કે, કોવિડ મહામારીમાં આટલી તગડી રકમની ચૂકવણી કરવા ગળે ના ઉતરે તેવા કારણો રજૂ કરવામાં આવ્યા છે. જેથી આ દરખાસ્ત ચર્ચાનો વિષય બની છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઓછી આવક ધરાવતા લોકો માટે વડોદરા શહેરમાં વિવિધ પ્રોજેક્ટનું આયોજન હાથ ધર્યું છે. આ ઉપરાંત અન્ય કારણોસર શરૂ ન થઇ શકેલી આવાસ યોજના માટે તાજેતરમાં સમાવિષ્ટ થયેલા ભાયલી, સેવાસી ,બિલ, વેમાલી, ઉંડેરા, કરોળિયા અને વડદલા સહિતના વિસ્તારમાં એસ ઇ ડબલ્યુ એસના ટીપી સ્કીમના 16 નવા પ્લોટો તથા સયાજીપુરા એફ પી 45 અને કલ્યાણનગરના પ્લોટ ખાતે આરએવાય યોજનાના આવાસ બાદ બાકી રહેલી જગ્યામાં એસ ઇ ડબલ્યુ એસ 3122 આવાસો બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આવાસ યોજનામાં દુકાનો બનાવવાનું આયોજન પણ હાથ ધર્યું છે, જેના થકી પાલિકાને આર્થિક ફાયદો થશે આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારમાંથી આવાસ દીઠ 1.05 લાખ તથા રાજ્ય સરકારમાંથી આવાસ દીઠ 1.05 લાખની સહાય આપવામાં આવશે. લાભાર્થીઓ પાસેથી મહત્તમ આવાસ દીઠ 5.05 લાખ લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો