• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Corporation Decides Not To Release Animals Without Registration Or Tagging From Tomorrow To Alleviate The Harassment Of Stray Animals

પાલિકાનો નિર્ણય:રખડતાં પશુઓનો ત્રાસ દૂર કરવા વડોદરા કોર્પોરેશન દ્વારા કાલથી નોંધણી અથવા ટેગીંગ વગરના પશુઓ નહીં છોડવાનો નિર્ણય

વડોદરા5 મહિનો પહેલા

વડોદરા શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ દૂર કરવા વડોદરા કોર્પોરેશન દ્વારા આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીથી નોંધણી અથવા ટેગીંગ વગરના પશુઓ નહીં છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન રસ્તા ઉપર રખડતી ગાયોનો ત્રાસ દૂર કરવા માટે આ અભિયાન ચાલુ રાખશે કે પછી, અભિયાન પડતું મૂકશે તે સમય બતાવશે.

વડોદરા શહેરમાં જાહેર રસ્તા ઉપર રખડતાં પશુઓને કારણે ટ્રાફિક, અકસ્માત તથા ગંદકીની સમસ્યા સર્જાય છે. રસ્તે રખડતા પશુઓના કારણે અકસ્માત થવાથી મોત પણ નિપજ્યા છે. જેથી વડોદરા મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા વખતોવખત જાહેરનામું પ્રસિદ્ધ કરી વડોદરા શહેરમાં રજીસ્ટ્રેશન અને ટેગીંગ વગરના પશુઓને નહીં છોડવા માટે પશુપાલકોને સૂચિત કરવામાં આવ્યા હતા.

દરમિયાન તાજેતરમાં વડોદરા કોર્પોરેશની મળેલી સામાન્ય સભામાં રજીસ્ટ્રેશન અને ટેગીંગ વગરના પશુઓ નહીં છોડવા બાબતેનો ઠરાવ સર્વાનુમતે પસાર થયો હતો. જેથી હવે પશુપાલકોએ ફરજિયાત પણે પશુઓનું રજીસ્ટ્રેશન અને ટેગીંગ કરાવવાનું રહેશે. પશુના જન્મના છ માસમાં રજીસ્ટ્રેશન અને ટેગીંગ પ્રક્રિયા કરવાની રહેશે. નવા ખરીદેલા પશુ તથા મૃત પશુ અંગેની જાણ 15 દિવસમાં કોર્પોરેશનને કરવાની રહેશે. કોર્પોરેશન દ્વારા આ અભિયાન આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...