કોરોના વડોદરા LIVE:શહેરમાં 1 અને જિલ્લામાં એક પણ કેસ નહીં, પોઝિટિવ કેસનો આંક 72098, વધુ 1 દર્દી ડિસ્ચાર્જ

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.(ફાઈલ તસવીર)
  • અત્યાર સુધીમાં કુલ 71,458 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેરમાં 1 કેસ અને જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. જેથી પોઝિટિવ કેસનો કુલ આંક 72,098 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,458 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. માંજલપુર વિસ્તારમાં જ કોરોનાનો 1 નવો કેસ સામે આવ્યો છે.

હાલમાં 17 એક્ટિવ કેસ છે
માંજલપુરમાં 1 કેસ સામે આવ્યો છે. જોકે આ માટે 2990 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં 17 એક્ટિવ કેસ છે, જેમાંથી એક દર્દીને ઓક્સિજન હેઠળ રાખીને સારવાર કરવામાં આવી છે. જ્યારે એક દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. શહેરમાં 21 લોકો ક્વોરન્ટીન છે. બીજી તરફ એસએસજી-ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 36 કલાકમાં મ્યુકોરમાઇકોસિસનો નવો એક પણ કેસ નોંધાયો ન હતો. જ્યારે બીજી તરફ 1 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

100 ટકા વેક્સિનેશન માટે ભીક્ષુક ગૃહ પર આરોગ્ય વિભાગ નિર્ભર
વડોદરા શહેરમાં રસીનો પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 100 ટકા થાય તે માટે આરોગ્ય વિભાગ ભીક્ષુક ગૃહ ઉપર નિર્ભર થયું હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી પ્રથમ ડોઝ લેનારની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે, તે અંગે તપાસ કરતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સ્પેશિયલ કેમ્પનું આયોજન કરીને આ નંબર વધારવામાં આવી રહ્યો હોવાની ચર્ચા ઉઠી છે.

કુલ રસીકરણ 23,48,828
આજનું રસીકરણ 9,625
પ્રથમ ડોઝ 13,94,471 92.36%
બીજો ડોઝ 9,54,357 63.21%

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,080 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,797, દક્ષિણ ઝોનમાં 11,806, વડોદરા ગ્રામ્યમાં 26,772 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ મકરપુરા