ભાસ્કર વિશેષ:નમામિ ગંગે માટે યોજાયેલી ઇ હરાજીમાં વડોદરાનો 43 મોમેન્ટોમાં સૌથી ઊંચી બોલી થકી રૂ.68 લાખનો ફાળો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
રૂ.1.09 લાખ નરેન્દ્ર મોદીની સહી સાથેનો ફોટો -ડો.વિજય શાહ - Divya Bhaskar
રૂ.1.09 લાખ નરેન્દ્ર મોદીની સહી સાથેનો ફોટો -ડો.વિજય શાહ
  • સાંસદે 25 હજારની કિંમતનો ગંગા આરતીનો ફોટો ઊંચી બોલી લગાવી 60 હજારમાં ખરીદ્યો

PM નરેન્દ્ર મોદીના નમામિ ગંગે માટે આયોજિત ઇ હરાજીમાં વડોદરાએ 43 મોમેન્ટ માટે સૌથી વધુ બોલી બોલીને 68 લાખનો ફાળો આપ્યો હતો. નમામિ ગંગે પ્રોજેક્ટ અંતર્ગત વડાપ્રધાન મોદીને મળેલા મોમેન્ટો, ભેટ-સોગાદોની હરાજી યોજાઈ હતી. જેમાં શહેર ભાજપના આર્થિક સેલ અને વેપારી સેલના નેજા હેઠળ શહેર ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ જોડાયા હતા. હરાજીમાં ભાગ લેવા 1 હજાર લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતંુ. અગ્રણીઓએ 80 મોમેન્ટો માટે બોલી લગાવી હતી, જેની કિંમત 1.50 કરોડ થઈ હતી.

જેમાં સૌથી વધુ ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહે 1.09 લાખની ફોટોફેમ ખરીદી હતી. સાંસદ રંજનબેન ભટ્ટે 25 હજારની બેઝ પ્રાઈઝ ધરાવતી શાલ 29 હજારમાં તો 25 હજારની િકંમતનો ગંગા આરતી કરતો ફોટો સૌથી ઊંચી બોલી લગાવી 60 હજારમાં ખરીદ્યો હતો. ક્રેડાઈના પ્રેસિડન્ટ પ્રીતેશ શાહે 55 હજારની ફોટોફ્રેમ, સીએ અભિષેક નાગોરીએ 71 હજારની ફોટોફ્રેમ ખરીદી હતી.

મહામંત્રી સુનિલ સોલંકીએ 7 હજારનું તીર-કામઠું અને સત્યમેવ જયતેની ફોટોફ્રેમ 17,500માં, સ્થાયી ચેરમેન હિતેન્દ્ર પટેલે 16 હજારમાં બેગ લીધી હતી. કોર્પોરેટર બંદિશ શાહે બાંકેબિહારીની ફોટોફ્રેમ 21 હજારમાં ખરીદી કરી હતી તો કાઉન્સિલર સ્નેહલબેન પટેલે પણ ખરીદી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...