ભાસ્કર વિશેષ:વડોદરા કલેક્ટરનો નવતર પ્રયોગ, 10 ઈકો ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન બહાર વૃક્ષ રોપ્યા બાદ મતદાન શરૂ કરવામાં આવશે

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં જાહેર કરાયેલા ઇકો ફ્રન્ડલી પોલિંગ સ્ટેશનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં થાય

વિધાનસભા ચૂંટણી-2022માં ચૂંટણી પંચ દ્વારા એનવાયરમેન્ટ ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન બનાવવા માટે સુચના આપી હતી. જે સુચનાના પગલે વડોદરા કલેક્ટર તંત્ર દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 10 પોલીંગ સ્ટેશનને ઈકો ફ્રેન્ડલી જાહેર કર્યાં છે. આખા રાજ્યમાં માત્ર વડોદરામાં ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશનમાં મતદાન શરૂ થાય તે પહેલા કર્મચારીઓ દ્વારા એક વૃક્ષ વાવવામાં આવશે ત્યાર પછી જ મતદાન શરૂ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આ પ્રયોગ માત્ર વડોદરામાં થવાનો છે.

વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, ઈકો ફ્રેન્ડલી પોલીંગ સ્ટેશન એટલે લોકો પર્યાવરણ સાથે જોડાય તે મુખ્ય હેતું છે.જેથી અમે ઈકો ફ્રેન્ડલીની સમજ મતદાતાઓ સુધી પહોચે તે માટે શહેર-જિલ્લાના 10 ઈકો પોલીંગ બુથમાં કર્મચારીઓ પ્રવેશે તે પહેલા એક વૃક્ષનું રોપણ કરાવીશું.ઈકો ફ્રેન્ડલી પોલીંગ બુથમાં પ્લાસ્ટીકની ચીજવસ્તુઓનો ઉપયોગનહી થાય. કાગળનો મહત્તમ ઉપયોગ થશે.

પાણીની બોટલ,પાણી પીવાના કપ, પ્લાસ્ટીકની દોરી,વસ્તુઓ ભરવા માટે પ્લાસ્ટીકનો કોથળો અથવા થેલી વિગેરેનો ઉપયોગ જોવા નહી મળે.જેની જગ્યાએ કાગળના પાણી પીવાના કપ, સુતળી તેમજ જ્યુટનો કોથળો જેવી વસ્તુઓ જોવા મળી શકે છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા પાણીની પ્લાસ્ટીકની બોટલો ની જગ્યાએ સ્ટીલની બોટલો આપવાનો પણ વિચાર કરવામાં આવ્યો છે.

ઈકો-ફ્રેન્ડલી પોલિંગ સ્ટેશન
વડોદરા શહેર : કેન્દ્રિય વિદ્યાલય, સમા-સાવલી રોડ
સયાજીગંજ : બેંઝામીન વર્લ્ડ સ્કુલ રૂમ નંબર 1, ગાયત્રી પાર્ટી પ્લોટ નજીક, ગોત્રી
અકોટા : ટ્રી હાઉસ હાઈસ્કુલ, અટલાદરા
રાવપુરા : જીલ્લા શિક્ષણ અને તાલીમ કોમન હોલ રૂમ નંબર 1 કારેલીબાગ
માંજલપુર : મદદનીશ પશુપાલન નિયામકની કચેરી, માંજલપુર
પાદરા : નવાપુરા પ્રાથમીક શાળા
કરજણ : બામણગામ પ્રાથમિક શાળા, રૂમ નંબર 2, ઠાકોર ફળીયા પાસે બામણગામ
ડભોઈ : બાલવાડી ઢાલનગર વસાહ,પ્રાથમિક શાળા કેમ્પસ,ઢાલનગર,નવી વસાહત
વાઘોડિયા : ઈટોલી પ્રાથમિક શાળા રૂમ નંબર 1, ગ્રામ પંચાયત સામે ઈંટોલી
સાવલી : રાસાવાડી પ્રાથમિક શાળા, રૂમ નંબર 1, મુ.રાસાવાડી

અન્ય સમાચારો પણ છે...