તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગથી અફરાતફરી:વડોદરા કલેક્ટર કચેરીમાં આગ લાગતાં કર્મચારીઓ બહાર દોડી આવ્યા, કોઈ જાનહાનિ નહીં, 5 વર્ષના મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા કલેક્ટર કચેરીમાં આવેલા મહેકમ દફતર વિભાગમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. - Divya Bhaskar
વડોદરા કલેક્ટર કચેરીમાં આવેલા મહેકમ દફતર વિભાગમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી.
 • કલેક્ટર કચેરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
 • મહેકમ દફતર વિભાગમાં આગ ફાટી નીકળતાં ચૂંટણીની કામગીરી પર અસર પડી

વડોદરા કલેક્ટર કચેરીમાં આવેલા મહેકમ દફતર વિભાગમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. આગમાં છેલ્લાં 4થી 5 વર્ષના મતદાન ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. આગના બનાવને પગલે વડોદરા ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પાલિકાની ચૂંટણી પૂર્વે મતદાન ડેટા બળી જતાં અનેક શંકાઓ ઊભી થઈ છે.

આગ કાબૂમાં આવે એ પહેલાં મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઈ ગયું
વડોદરા કલેક્ટર કચેરીમાં આવેલા મહેકમ દફતર વિભાગમાં એકાએક ધુમાડાના ગોટા ઊડતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી અને કર્મચારીઓ કચેરીની બહાર દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતાં વડોદરા ફાયરબ્રિગેડની ટીમ કલેક્ટર કચેરી ખાતે જવા નીકળી હતી અને દાંડિયાબજાર ફાયરબ્રિગેડના ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમાર સ્થળ પર પહોંચી ગયા હતા તેમજ વીજ કંપનીની ટીમે પણ પહોંચીને વીજપુરવઠો બંધ કર્યો હતો. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ કાબૂમાં આવે એ પહેલાં મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું.

5 વર્ષના મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું.
5 વર્ષના મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું.

કલેક્ટર કચેરીમાં આગ ફાટી નીકળતાં ચૂંટણીની કામગીરી પર પણ અસર પડી
આગના આ બનાવને પગલે કલેક્ટર કચેરીનો તમામ વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો, જેને પગલે કામગીરી ખોરંભે પડી ગઇ હતી. નોંધનીય છે કે સોમવારથી પાલિકાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે કલેક્ટર કચેરીમાં આગ ફાટી નીકળતાં ચૂંટણીની કામગીરી પર પણ અસર પડી હતી. જોકે આગ કાબૂમાં આવી ગયા બાદ વીજ કંપની અને ઇલેક્ટ્રિશિયન ડિપાર્ટમેન્ટ દ્વારા યુદ્ધના ધોરણે ફરીથી વીજપુરવઠો શરૂ થાય એની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

આગ કાબૂમાં આવે એ પહેલાં મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું.
આગ કાબૂમાં આવે એ પહેલાં મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું.

કલેક્ટર કચેરીના તમામ વિભાગના કર્મચારીઓ કચેરીની બહાર દોડી આવ્યા
આજે સવારે આગ ફાટી નીકળતાં કલેક્ટર કચેરીના તમામ વિભાગના કર્મચારીઓ કચેરીની બહાર દોડી આવ્યા હતા. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ કલેક્ટર કચેરીની કામગીરી ખોરંભે પડી હતી. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

કલેક્ટર કચેરીમાં લાગેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
કલેક્ટર કચેરીમાં લાગેલી આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન
દાંડિયાબજાર ફાયરબ્રિગેડના ફાયર ઓફિસર દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરીના મહેકમ દફતર વિભાગમાં આગ લાગી હોવાનો કોલ મળતાં અમે સ્થળ પર દોડી ગયા હતા અને એના પર કાબૂ મેળવ્યો હતો. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે.

મહેકમ દફતર વિભાગમાં આગ ફાટી નીકળતાં ચૂંટણીની કામગીરી પર અસર પડી હતી.
મહેકમ દફતર વિભાગમાં આગ ફાટી નીકળતાં ચૂંટણીની કામગીરી પર અસર પડી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો