તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara Collector Shalini Agarwal Gives Enough Time To Children After 15 Hours Of Work, Saying: 'When Children Come With Me, I Forget That I Am A Collector'

મધર્સ ડે સ્પેશિયલ:વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલ 15 કલાક કામ કર્યાં પછી પણ બાળકોને પૂરતો સમય આપે છે, કહ્યું: 'મારી પાસે સંતાનો આવે, ત્યારે ભૂલી જાઉં છું કે, હું કલેક્ટર છું'

વડોદરા3 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
  • કૉપી લિંક
  • શાલિની અગ્રવાલને 7 વર્ષનો બાળક અથર્વ અને 5 વર્ષની બાળકી આદ્રિકા છે.
  • મહિલા IAS શાલિની અગ્રવાલ પોતાના બાળકોનો ઉછેર પણ સારી રીતે કરી રહ્યા છે

છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કોરોનાની મહામારી અને કોરોનાની મહામારી વચ્ચે આવેલી કોર્પોરેશન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી સમયે વડોદરા જિલ્લાના કલેકટર શાલિની અગ્રવાલે બખૂબી પોતાની ફરજ સાથે પોતાના બે સંતાનોને માતાનો પ્રેમ આપવામાં કોઇ કચાશ રાખી નથી.આજે મધર્સ ડે નિમિત્તે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, હું મારા સંતાનો પાસે માત્ર એક માતા છું. મારી સામે મારા સંતાનો આવે. ત્યારે હું ભૂલી જાઉં છું કે, હું કલેક્ટર છું.

કલેક્ટર શાલિની અગ્રવાલ પોતાના બાળકોનો ઉછેર પણ સારી રીતે કરે છે
આજે મધર્સ ડેના દિવસે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે માતાની સંતાનો પ્રત્યેની દર્શાવેલી જે લાગણી બતાવી છે. તેથી જ કવિઓએ લખ્યું છે કે, જનનીની જોડ સખી નહીં મળે રે લોલ...માતાના પ્રેમનું ઋણ ચૂકવી શકાતુ નથી. માનો પ્રેમ, ત્યાગ અને તપસ્યાના બદલામાં આપણે કંઇ પણ કરીએ તે ઓછું છે. આપણને આ દુનિયામાં લાવનાર અને એક સારું વ્યક્તિત્વ આપનાર માતા પ્રત્યે સન્માન અને પ્રેમ વ્યક્ત કરવા માટે કોઇ વિશેષ દિવસની જરૂર નથી, પરંતુ, મધર્સ ડે આપણને આપણી લાગણીઓ વ્યક્ત કરવાનું બહાનું અને તક ચોક્કસપણે આપે છે. આ કારણથી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે દુનિયાભરમાં મધર્સ ડે મનાવવામાં આવે છે. આ કારમી મહામારીમાં હજારો લોકોને સારી સારવાર મળે તેવી વ્યવસ્થા કરવાની સાથે વડોદરાના મહિલા IAS શાલિની અગ્રવાલ પોતાના બાળકોનો ઉછેર પણ સારી રીતે કરી રહ્યા છે.

વડોદરાના મહિલા IAS શાલિની અગ્રવાલ પોતાના બાળકોનો ઉછેર પણ સારી રીતે કરી રહ્યા છે.
વડોદરાના મહિલા IAS શાલિની અગ્રવાલ પોતાના બાળકોનો ઉછેર પણ સારી રીતે કરી રહ્યા છે.

કલેક્ટરે 15-15 કલાક કામ કરે છે
વડોદરાના કલેકટર શાલિની અગ્રવાલ IAS હોવાની સાથે બે બાળકોના માતા પણ છે. શાલિની અગ્રવાલને 7 વર્ષનો બાળક અથર્વ અને 5 વર્ષની બાળકી આદ્રિકા છે. કોરોના મહામારીના કારણે તેવો દિવસના 15-15 કલાક કામ કરે છે, જેના કારણે બાળકોને વધુ સમય આપી શકતા નથી. તેમ છતાં બાળકોને જેટલો સમય આપે છે તે દરમિયાન તે માત્ર બાળકો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે.

બાળકો ભણવાની સાથે તેમના શોખ પણ પૂરા કરે છે
કલેકટર શાલિની અગ્રવાલ કહે છે કે. ઘરેથી નીકળું છું, ત્યારે તેમના બંને બાળકોનું શિડ્યુલ તૈયાર કરીને નીકળું છું. બાળકોને ક્યારે જમવું, કઇ કઇ પ્રવૃત્તિઓ કરવી, શું ભણવું. આ તમામ બાબતો અગાઉથી તૈયાર કરીને નીકળું છું. બાળકોને ભણવાની સાથે સાથે તેવો તમામ શોખ પણ પુરા કરાવું છું. કોરોના મહામારીમાં બાળકોને ઘરેથી બહાર નીકળતા નથી. પણ તે પોતે ઘરે જ બાળકો સાથે રમે છે.

રોના મહામારીના કારણે તેવો દિવસના 15-15 કલાક કામ કરે છે
રોના મહામારીના કારણે તેવો દિવસના 15-15 કલાક કામ કરે છે

ઘરે જાય, ત્યારે બાળકોને તેમને ગળે વળગી પડે છે
વધુમાં દિવસભરનું કામ પૂરું કર્યાં બાદ કલેકટર શાલિની અગ્રવાલ જ્યારે પોતાના ઘરે જાય છે. ત્યારે બાળકોને તેમને ગળે વળગી પડે છે. કલેકટર બાળકો સાથે રાત્રે ઘરે ગયા બાદ ગાર્ડનમાં વોક કરે છે, તેમની સાથે કેરમ રમે છે, તેમને સ્કેટિંગ કરાવે છે. પોતાના બાળકોને ભણવાની સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવે છે, જેમાં સ્પોર્ટ્સ અને સ્વિમિંગ કરાવે છે. તો તેમને પિયાનો અને ડાન્સના ક્લાસ પણ કરાવે છે.

બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો જોઈએ
અથર્વ બોલીવુડ ડાન્સ શીખે છે, જ્યારે આદ્રિકા ભરતનાટ્યમ્ નૃત્ય શીખે છે. શાલિની અગ્રવાલ સવારે ઘરથી નીકળતા સમયે બાળકો સાથે નાસ્તો કરે છે, બપોરે બાળકો સાથે જ જમે છે, પરંતુ, બાળકો સાથે રાત્રે તેવો ડિનરના લઈ શકતા હોવાનું તેમને દુઃખ પણ છે. શાલિની અગ્રવાલ કહે છે કે, બાળકો સાથે હંમેશા સકારાત્મક વાતો કરવી જોઈએ. હંમેશા બાળકો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવો જોઈએ. સાથે જ તેઓ કહે છે કે, તેમના બાળકો હંમેશા તેમને સાથ સહકાર આપે છે. હેરાન નથી કરતાં.

અન્ય સમાચારો પણ છે...