તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજન મેનેજનેન્ટ:ઓક્સિજનને ડાટવર્ટ થતો અટકાવવા વડોદરા કલેક્ટરે 11 નાયબ મામલતદારની નિમણૂંક કરી, ઓક્સિજનનું ઉત્પાદન-રિફિલિંગ કરતી 11 સંસ્થામાં મોનિટરિંગ કરશે

વડોદરા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા ઓક્સિજનના મોટા ઉત્પાદકો ના ઉત્પાદન અને રિફિલીંગ એકમો ખાતે જિલ્લા પ્રશાસનના 11 નાયબ મામલતદારોને ફરજ સોંપવામાં આવી છે - Divya Bhaskar
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા ઓક્સિજનના મોટા ઉત્પાદકો ના ઉત્પાદન અને રિફિલીંગ એકમો ખાતે જિલ્લા પ્રશાસનના 11 નાયબ મામલતદારોને ફરજ સોંપવામાં આવી છે
 • ટેન્કરમાંથી કોઈ જથ્થો રસ્તામાં ક્યાંય ડાયવર્ટ ન થાય તે માટે પોલીસ વિભાગ સાથે જરૂરી સંકલન કરીને કાર્યવાહી કરશે

ઓક્સિજનના ઉત્પાદન સ્થળે વધુ સઘન મોનિટરિંગ થઈ શકે તે માટે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા ઓક્સિજનના મોટા ઉત્પાદકો ના ઉત્પાદન/ રીફિલીંગ એકમો ખાતે જિલ્લા પ્રશાસનના 11 નાયબ મામલતદારોને ફરજ સોંપવામાં આવી છે. આ નાયબ મામલતદારો ઓક્સિજનની ટેન્કર ઉત્પાદકને ત્યાંથી નીકળી તેના પૂરતા જથ્થા સહિત જે તે સ્થળે પહોંચે અને ટેન્કરમાંથી કોઈ જથ્થો રસ્તામાં ક્યાંય ડાયવર્ટ થવાનો પ્રશ્ન ઉદભવે નહીં તે માટે પોલીસ વિભાગ સાથે જરૂરી સંકલન કરીને કાર્યવાહી કરશે.

કયા કયા મામલતદારોની નિમણૂંક
બી.પી. ડામોર, સર્કલ ઓફિસર, પાદરા , જે સી પરમાર નાયબ મામલતદાર, કરજણ, એમ એમ ભાભોર સર્કલ ઓફીસર, કરજણ, કે કે કરોલિયા, નાયબ મામલતદાર, સાવલી, એન એન ચૌધરી. સર્કલ ઓફીસર, સાવલી, વી આર પરમાર નાયબ મામલતદાર, સાવલી, આર ડબલ્યુ અંકલપુરિયા, સર્કલ ઓફીસર, મામલતદારની કચેરી (દક્ષિણ), સુનીલ દેસાઈ, સર્કલ ઓફિસર, વડોદરા ગ્રામ્ય, જે એચ પટેલ, સર્કલ ઓફિસર,વાઘોડિયા, બી પી બારીયા,નાયબ મામલતદાર, ડેસર, પી બી વસાવા નાયબ મામલતદાર, વાઘોડિયાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

11 કંપનીઓમા નિયુક્ત કરવામાં આવ્યા
આ 11 નાયબ મામલતદારોને એઈમ્સ ઈન્ડસ્ટ્રીઝ, ગવાસદ, પાદરા, ઈનોકસ એર પ્રોડક્ટ, કરજણ, નોવા ગેસ, કરજણ, શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ગેસ, સાવલી, ભાગ્ય લક્ષ્મી ગેસ ઇન્ડસ્ટ્રી, સાવલી, દેવનંદન ગેસ, સાવલી, ઊર્મિ ઓકસીજન, મકરપુરા, પ્રેક્ષ એર, પોર, અલ્ટ્રા ગેસ, વાઘોડીયા, મારુતિ ગેસ, હાલોલ, લાઇફ લાઇન ગેસ, બાસ્કા, હાલોલ જેવી કુલ 11 કંપનીઓમા નિયુક્ત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો