ધુમ્મસભર્યુ વાતાવરણ:વડોદરા શહેર મોડી સવાર સુધી ધુમ્મસથી લપેટાયું, હાઇવે ઉપર વાહન ચાલકોએ લાઇટો ચાલુ રાખવી પડી

વડોદરાએક મહિનો પહેલા
ઘાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વડોદરા શહેરમાં ફૂલ ગુલાબી ઠંડી સાથે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે શહેરમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે, ત્યારે આજે વધુ એકવાર મોડી સવાર સુધી સમગ્ર શહેર ધુમ્મસથી છવાયેલું રહ્યું હતું. જ્યારે શહેરના છેવાડેથી પસાર થતાં નેશનલ હાઇવે ઉપર વાહનચાલકોને પોતાના વાહનોની લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. 200 મીટર સુધી સ્પષ્ટ દેખાય નહીં તેવું ઘાઢ ધુમ્મસ હતું.

શહેરમાં બેવડી ઋતુ
આજે મોડી સવાર સુધી શહેર ધુમ્મસથી ઢંકાયેલું રહેતા શહેરની સવાર પણ સંધ્યાકાળ જેવી લાગતી હતી. નવરાત્રિની વિદાય સાથે જ શહેરમાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. જોકે શહેરીજનોને બેવડી ઋતુનો સામનો પણ કરવો પડી રહ્યો છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડી અને બપોર બાદ ગરમીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. જોકે દિવાળીના તહેવાર હોવાના કારણે શહેરીજનો ફુલ ગુલાબી ઠંડી માની રહ્યા નથી. શિયાળાની શરૂઆત થતાની સાથે જ મોર્નિંગ વોક કરતા લોકોમાં હવે વધારો થઈ રહ્યો છે વહેલી સવારે શહેરના બગીચાઓ અને માર્ગો ઉપર મોર્નિંગ કરનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ ગયો છે.

ઘાઢ ધુમ્મસના કારણે સંધ્યાકાળ જેવો માહોલ.
ઘાઢ ધુમ્મસના કારણે સંધ્યાકાળ જેવો માહોલ.

શિયાળાની ઋતુ જમાવટ કરશે
આજે વહેલી સવારે શહેર ધુમ્મસથી છંવાયેલ રહેતા શહેરમાં અદભુત નજારો જોવા મળ્યો હતો અને આજે શહેરમાં છવાયેલ ધુમ્મસ ચર્ચાનો વિષય રહ્યો હતો. આવનાર દિવસોમાં .શિયાળો જોરદાર જમાવટ કરે તેવા એધાણ વર્તાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...