તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસનો નવતર પ્રયોગ:વડોદરા શહેર પોલીસે કોવિડ હોસ્પિટલોમાં જઇને કોરોનાના દર્દીઓને 'ગેટ વેલ સૂન' ના કાર્ડ આપ્યા, દર્દીઓ ભાવુક બન્યા

વડોદરા3 મહિનો પહેલા
વડોદરાની કોવિડ હોસ્પિટલોમાં જઇને કોવિડના દર્દીઓને 'ગેટ વેલ સૂન' ના કાર્ડ આપતા દર્દીઓ ભાવુક બની ગયા
  • કોરોનાના દર્દીઓમાં હિંમતનો સંચાર થાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અનોખા અભિગમ હાથ ધરાયો

વડોદરા શહેર પોલીસે આજે નવતર પ્રયોગ કર્યો હતો. વડોદરાની તમામ કોવિડ હોસ્પિટલોમાં જઇને કોવિડના દર્દીઓને 'ગેટ વેલ સૂન' ના કાર્ડ આપતા દર્દીઓ ભાવુક બની ગયા હતા.

ઘણા દર્દીઓ ભાવુક થઇ ગયા હતા કોરોનાના દર્દીઓમાં હિંમતનો સંચાર થાય અને માનસિક હતાશા ન અનુભવે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા અનોખા અભિગમ હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા વડોદરા શહેરની તમામ કોવિડ હોસ્પિટલોમાં જઇ કોવિડના દર્દીઓને 'ગેટ વેલ સૂન' ના કાર્ડ આપ્યા હતા. જેથી ઘણા દર્દીઓ ભાવુક થઇ ગયા હતા.

પોલીસનો માનવતાનો અભિગમ જોઇ કોવિડના દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફ ગદગદ થઇ ગયા
પોલીસનો માનવતાનો અભિગમ જોઇ કોવિડના દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફ ગદગદ થઇ ગયા

હોસ્પિટલ પણ સ્ટાફ ગદગદ થઇ ગયો સામાન્ય રીતે પોલીસની છાપ લોકોના માનસપટ પર કંઈક અલગ હોય છે. જોકે, આજે પોલીસનો માનવતાનો અભિગમ જોઇ કોવિડના દર્દીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફ ગદગદ થઇ ગયા હતા.

કોરોનાના દર્દીઓને 'ગેટ વેલ સૂન' ના કાર્ડ આપ્યા
કોરોનાના દર્દીઓને 'ગેટ વેલ સૂન' ના કાર્ડ આપ્યા
વડોદરા શહેર પોલીસે આજે નવતર પ્રયોગ કર્યો
વડોદરા શહેર પોલીસે આજે નવતર પ્રયોગ કર્યો
અન્ય સમાચારો પણ છે...