ભાજપની લીડ ઘટી:વડોદરા શહેર ભાજપનો ગઢ,પણ રાવપુરા- સયાજીગંજ બેઠક પર સરસાઈ સતત ઘટી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 1995થી સતત શહેરની બેઠકો પર ભગવો લહેરાય છે
  • રાવપુરામાં 2012ની સરસાઇ કરતાં 2017માં માત્ર 895 મત વધુ મળ્યા

વડોદરા શહેર ભાજપનો ગઢ મનાય છે. 1995થી શહેરમાં ભગવો લહેરાય છે. 2002 બાદ સયાજીગંજ અને રાવપુરામાં ભાજપની લીડ ઘટી રહી છે. 1995માં શહેરમાં 3 બેઠક હતી. જેમાં વડોદરા શહેર પર ભાજપના ભૂપેન્દ્ર લાખાવાલાએ 24,085 સરસાઈ મેળવી હતી. સયાજીગંજમાં ભાજપ 32,405ની લીડ સાથે આગળ વધ્યું હતું. રાવપુરામાં યોગેશ પટેલે 25,904ની સરસાઇ મેળવી હતી. ત્યારબાદ 2002માં ભાજપને અત્યાર સુધીની સૌથી વધુ સરસાઇ સાથે જીત મળી હતી.

જેમાં સયાજીગંજમાં 1.07 લાખ, રાવપુરામાં 64 હજાર મતથી ભાજપના ઉમેદવારો જીત્યા હતા. ત્યારબાદ સયાજીગંજ અને રાવપુરામાં ભાજપની સરસાઇ ઘટી છે. સયાજીગંજમાં 2012માં ભાજપને મળેલી સરસાઈ કરતાં 2017માં ભાજપ માત્ર 895 મત જ વધુ મળ્યા હતા. બંને બેઠકોથી ઊલટું એસસી અનામત શહેર બેઠક પર ભાજપ 2002થી વધુ સરસાઇ મેળવી રહી છે. જોકે આ બેઠક પર સૌથી વધુ ઓબીસી અને બીજા ક્રમે વૈષ્ણવ મતદારો છે.

વર્ષ 2012માં અસ્તિત્વમાં આવેલી માંજલપુર બેઠક પર ભાજપનું પ્રભુત્વ
વર્ષ 2012માં માંજલપુર અને અકોટા બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠકો પર મરાઠા અને ઓબીસી સમાજ વધુ છે છતાં ભાજપે માંજલપુરમાં પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. 2022માં પાટીદાર પર વિશ્વાસ મૂક્યો છે. અકોટામાં 2012માં પટેલ અને 2017માં મહારાષ્ટ્રીયનને ટિકિટ આપી હતી. આ વખતે બ્રાહ્મણને ટિકિટ અપાઈ છે.

વર્ષશહેરસયાજીગંજઅકોટારાવપુરા

માંજલપુર

199524,08532,405---25,904---
199820,40136,671---25,330---
200246,0761,07,820---64,554---
200729,38775,941---52,933---
201251,18958,23749,86741,53551,785
201752,38359,13257,13936,69656,362
અન્ય સમાચારો પણ છે...