કયા ઉમેદવારની કેટલી સંપત્તિ?:વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠક પર કોઈ કરોડો તો કોઈ અબજોની સંપત્તિના માલિક, વાંચો તમામ ઉમેદવારોની સંપત્તિની સંપૂર્ણ વિગતો

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠક પર ભાજપ, કોંગ્રેસ, AAP અને અપક્ષો સહિત કુલ 148 ઉમેદવાર વચ્ચે 5 ડિસેમ્બરે ચૂંટણી જંગ યોજાશે. તમામ ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે એફિડેવિટમાં પોતાની સંપત્તિ જાહેર કરી છે. જેમાં વડોદરા સિટીના AAPના ઉમેદવારે માત્ર 58 હજારની સંપત્તિ જાહેર કરી છે, તો ડભોઈ બેઠકના AAPના ઉમેદવાર અજીતસિંહ ઠાકોરે 343 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આમ હજારો લઈને કરોડો અને અબજો સુધીની સંપત્તિ ઉમેદવારોએ જાહેર કરી છે.

કયા ઉમેદવાર કેટલુ ભણેલા?
આ ઉપરાંત વડોદરા શહેર-જિલ્લાના તમામ પક્ષના ઉમેદવારોના એજ્યુકેશનની માહિતી પણ સામે આવી છે. જેમાં ધો-8 પાસથી લઈને માસ્ટર ડિગ્રી અને Ph.d સુધી ઉમેદવારોએ આ વખતે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. દિવ્ય ભાસ્કર વાચકો માટે લઈને આવ્યું છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોની એફિડેવિટની સંપૂર્ણ વિગતો. જેમાં ઉમેદવારની સંપત્તિ, શિક્ષણ અને ક્રિમિનલ રેકોર્ડ સહિતની તમામ માહિતી છે.

અન્ય સમાચારો પણ છે...