રખડતા ઢોર મુદ્દે વિવાદ:રસ્તા પરથી ગાયોને હટાવવા નિષ્ફળ ગયેલા મેયર બાઈક પર ફરે તો સામાન્ય માણસને કુતરાનો કેટલો ત્રાસ થાય છે તેની ખબર પડે: વડોદરા કોંગ્રેસ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

વડોદરા શહેરમાં કેયુર રોકડિયા મેયર બન્યા બાદ રખડતી ગાયો માત્ર 15 દિવસમાં જાહેર માર્ગો પરથી દુર કરાશે તેવી ગુલબાંગો પોકારી હતી ત્યારે પણ વડોદરાના હિતમાં કોંગ્રેસ પક્ષે મેયરને ગૌપાલકને સાથે રાખી મુદ્દાનું સમાધાન કરી જાહેર માર્ગો પરથી ઢોરો દૂર કરવામાં આવે તેનું સમર્થન આપ્યું હતું. માત્ર ગાયોને વડોદરા જાહેર માર્ગો પરથી હટાવવા નિષ્ફળ ગયેલા મેયર પોતાની ગાડી છોડી બાઈક પર ફરે ત્યારે સામાન્ય માણસને કુતરાનો કેટલો ત્રાસ થાય છે તે તમને ખબર પડે તેમ વડોદરા શહેર કૉંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકરે જણાવ્યું હતું.

ગાય માતા રસ્તે ન રઝળે તે માટની વ્યવસ્થા કરવી જોઇએ છેલ્લા સત્તાવીસ વર્ષથી ગુજરાતમાં અને વડોદરામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે તો પણ મેયર કોંગ્રેસને ઢોરોના મુદ્દે જવાબદાર ગણાવતા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાજમાં ગૌપાલકોને ગૌચરની જમીન આપવામાં આવી જેથી ગાય માતા ને સન્માન મળે અને જાહેર રસ્તાઓ પર ગાય ના રઝળે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી. પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે તેમણે પોતાની પાર્ટીના કાર્યકરો દ્વારા જમીન પર દબાણ કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટી મૂક બની તમાશો જોયા કરે છે. અને વધેલી જમીન પોતાના ઉદ્યોગપતિ મિત્રોને વેચી દઈને રોકડી કરી લીધી હતી. ઇતિહાસ જાણ્યા વગર આવી કોમેન્ટ ન કરવી જોઈએ.

ગૌપાલક તેમજ શહેરીજનોને સ્માર્ટ સિટી આપો વડોદરા શહેર કૉંગ્રેસ પ્રવક્તા અમિત ઘોટીકરે જણાવ્યું કે, માત્ર ગાયોને વડોદરા જાહેર માર્ગો પરથી હટાવવા નિષ્ફળ ગયેલા મેયર પોતાની ગાડી છોડી બાઈક પર ફરે ત્યારે સામાન્ય માણસને કુતરાનો કેટલો ત્રાસ થાય છે તે તમને ખબર પડે. વધુમાં શહેર પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે, ભાજપના પ્રમુખ મેયરને શહેરમાંથી ગાય કાઢવા લાકડી બતાવે અને મેયર પોતાના બચાવ માટે કૉંગ્રેસને બદનામ કરે આ કેટલું યોગ્ય છે. ગાયમાતા પણ એક જીવ છે શહેરના પ્રથમ નાગરિક પણ ગાયનું દૂધ પી ને મોટા થયા છે. ગૌચરની જમીન ગાયમાતા માટે આપો, ગૌપાલક તેમજ શહેરીજનોને સ્માર્ટ સિટી આપો.

અન્ય સમાચારો પણ છે...