• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara City BJP Vice president Said: "This Is A Woman With A Distorted Mentality, Her Marriage Should Not Take Place In Any Temple In Vadodara."

શમાના આત્મવિવાહનો વિરોધ:વડોદરા શહેર ભાજપ ઉપપ્રમખે કહ્યું: 'આ વિકૃત માનસિકતા ધરાવતી મહિલા છે, તેના લગ્ન વડોદરાના કોઇપણ મંદિરમાં નહીં થવા દઉ'

વડોદરા25 દિવસ પહેલા
યુવતી શમા બિંદુ અને વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ સુનિતાબેન શુક્લ
  • મંદિરની આસ્થાને ઠેસ પહોંચાડે તેવું કૃત્ય કર્યું, જેથી આ લગ્ન સામે મારો વિરોધ છેઃ સુનિતા શુક્લ

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રહેતી યુવતીએ આત્મવિવાહ કરવાનો નિર્ણય કરતા ભારે ચર્ચા જાગી છે ત્યારે હવે આ લગ્નનો વિરોધ પણ થઇ રહ્યો છે. વડોદાર શહેર ભાજપ ઉપપ્રમુખે તો ત્યાં સુધી કહ્યું છે કે આ યુવતીના લગ્ન મહાદેવ મંદિરમાં તો શું પણ વડોદરા શહેરના કોઇપણ મંદિરમાં નહીં થવા દઉ.

આ લગ્ન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વિરૂદ્ઘ છે
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી શમા બિંદુએ ભારતમાં પ્રથમ વખત આત્મવિવાહ એટલે કે પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા આ અંગે ખૂબ જ ચર્ચાઓ થઇ રહી છે, ત્યારે વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ કહ્યું છે કે, શમાએ આત્મવિવાહ માટે જે જગ્યા પસંદ કરી તે યોગ્ય નથી. 11 જૂને યુવતીના લગ્ન હરિ હરેશ્વર મહાદેવમાં નહીં થવા દઉ. સાથે જ વડોદરા શહેરના કોઇપણ મંદિરમાં પણ તેના લગ્ન નહીં થવા દઉં. આ લગ્ન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વિરૂદ્ઘ છે. જો તેના લગ્ન કરવા હોય તો કોઇ મેરેજ હોલ, બેન્કવેટ કે વિદેશ જઇને કરે, પણ મંદિરમાં તો નહીં જ.

વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખે યુવતીના મંદિરમાં લગ્ન કરવા સામે વિરોધ કર્યો
વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખે યુવતીના મંદિરમાં લગ્ન કરવા સામે વિરોધ કર્યો

વિકૃત માનસિકતા ધરાવતી મહિલા છે
સુનિતાબેન શુક્લએ જણાવ્યું હતું કે, આ એક વિકૃત માનસિકતા ધરાવતી મહિલા છે. જેણે આ મંદિરની આસ્થાને ઠેસ પહોંચાડે તેવું કૃત્ય કર્યું છે, જેથી આ લગ્ન સામે મારો વિરોધ છે. આ લગ્ન નહીં પણ સમાજના બાળકોનું મગજ વિકૃત કરવાનું કૃત્ય છે. વડોદરા નગરીની વિશ્વમાં સંસ્કારની નગરી તરીકે ઓળખ છે. તેથી આ કૃત્ય સંસ્કારી નગરીને લાંછન લગાડવાનો પ્રયાસ છે. હિન્દુ વિરોધી કૃત્ય છે.

સુનિતા શુક્લ કહે છે કે, 11 જૂને યુવતીના લગ્ન હરિ હરેશ્વર મહાદેવમાં નહીં થવા દઉ
સુનિતા શુક્લ કહે છે કે, 11 જૂને યુવતીના લગ્ન હરિ હરેશ્વર મહાદેવમાં નહીં થવા દઉ

આપણે દરેક વ્યક્તિએ સહકાર આપવો જોઇએઃ શોભનાબેન રાવલ
મહિલા સુરક્ષા સમિતિના ગુજરાતના ચેરપર્સન શોભનાબેન રાવલે જણાવ્યું હતું કે, યુવતીને જે યોગ્ય લાગ્યું તે કરી રહી છે અને તેને આટલો મોટો નિર્ણય કર્યો છે. આપણે દરેક વ્યક્તિએ સહકાર આપવો જોઇએ.

મહિલા સુરક્ષા સમિતિના ગુજરાતના ચેરપર્સન શોભનાબેન રાવલ
મહિલા સુરક્ષા સમિતિના ગુજરાતના ચેરપર્સન શોભનાબેન રાવલ

શું છે સમગ્ર મામલો
વડોદરા શહેરની 24 વર્ષની શમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે, પરંતુ તેમના આ લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી છે કે શમા પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે. તેના આ લગ્ન રીતિ-વાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે. શમા બિંદુએ જણાવ્યું હતું કે હું ક્યારેય લગ્ન કરવા માગતી નહોતી, પણ હું દુલ્હન બનવા માગતી હતી, જેથી મેં પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કદાચ હું આપણા દેશમાં સેલ્ફ લવનું એક ઉદાહરણ પૂરું પાડવાવાળી પહેલી છોકરી છું.

વડોદરા શહેરની 24 વર્ષની શમા બિંદુ આગામી 11 જૂને પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે
વડોદરા શહેરની 24 વર્ષની શમા બિંદુ આગામી 11 જૂને પોતાની સાથે જ લગ્ન કરવા જઇ રહી છે

હું પોતાની જાતને પ્રેમ કરું છું
પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી શમા કહે છે કે નાનપણમાં જ મને વિચાર આવ્યો હતો હતો કે મારી પોતાની સાથે જ લગ્ન કરવા છે, પણ હવે એ સ્વપ્નને હું સાકાર કરવા જઇ રહી છું. લોકો આ પ્રકારના લગ્નને અયોગ્ય માની શકે છે, પરંતુ હું કહેવા માગું છું કે મહિલાનું પણ મહત્ત્વ હોય છે. તે એ વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેને તે પ્રેમ કરે છે. હું પોતાને જ પ્રેમ કરું છું, જેથી હું આત્મ-વિવાહ કરવા જઇ રહી છું.

શમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે
શમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે

ખૂબ મુશ્કેલીથી પંડિત મળ્યા
મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મી સાથે રહેશે. માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે, પણ વરરાજા નહીં હોય, હું જાતે જ સિંદૂર લગાવીશ. હું ફેરા એકલી જ લઇશ. વરમાળા એક જ હશે. પંડિત શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. 25 લોકોને ફોન કર્યા પછી એક પંડિત મળ્યા છે. તેમને પણ અડધો કલાક બેસીને સમજાવવા પડ્યા હતા. હવે તેઓ લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા છે. વેબસિરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી. હું દુલ્હન બનવા માગું છું, પણ પત્ની બનવા માગતી નથી. મેં ચણિયાચોળી, ધોતી કુર્તા, સાડી અને જ્વેલરી ખરીદી છે. લગ્નના દિવસે હું ચોલી પહેરવાની છું. હું બાળક એડોપ્ટ કરીશ અને તેમ ન કરી શકી તો NGOમાં બાળકો માટે કામ કરીશ.

શમાના મંદિરમાં લગ્ન કરવા સામે વિરોધ શરૂ થયો છે
શમાના મંદિરમાં લગ્ન કરવા સામે વિરોધ શરૂ થયો છે

હનિમૂન પર ગોવા જશે
શમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે. તેમને આ લગ્નને આશીર્વાદ પણ આપ્યા છે. શમાએ પોતાની માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે. લગ્ન પછી શમા હનિમૂન માટે ગોવાને પસંદ કર્યું છે, ત્યાં તે બે અઠવાડિયાં સુધી રહેશે.

અન્ય સમાચારો પણ છે...