તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતાં ભાજપમાં ભાંજગડ સર્જાઈ, મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ - Divya Bhaskar
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ
  • ગોત્રી હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે ડોક્ટર વિજય શાહ

વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતાં ભાજપમાં ભાંજગડ સર્જાઇ હતી તો હવે નવો વિવાદ સર્જાયો છે. જેમાં ડોક્ટર વિજય શાહ હાલમાં ગોત્રી હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે ત્યારે તેઓની રાજકીય પક્ષના હોદ્દેદાર તરીકે નિમણૂક થઈ શકે ખરી તે અંગે વધુ એક વિવાદ સર્જાયો છે. જેથી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.

વિજય શાહનું નામ નક્કી થતા ભાજપના આગેવાનોમાં તેમજ ધારાસભ્યોમાં આશ્ચર્ય ફેલાયું હતું
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતાં પ્રમુખ પદ માટે રેસમાં હતા તેવા આગેવાનોમાં સોંપો પડી ગયો હતો. એટલું જ નહીં પાંચ ધારાસભ્ય પૈકી ચાર ધારાસભ્ય જે આગેવાનો નું નામ પ્રમુખ માટે ચલાવતા હતા તેઓનું નામ પણ કપાઈ ગયું હતું. જ્યારે ભાજપના પ્રદેશના આગેવાનો અલગ અલગ કાર્યકરના નામ ચર્ચામાં લાવ્યા હતા અને સ્થાનિક કક્ષાએથી પાંચથી છ નામ પ્રદેશ કક્ષાએ પહોંચ્યા હતા તેમાંથી કોઈ પણ એકનું નામ નક્કી થવાની શક્યતાઓ હતી. પરંતુ છેલ્લી ઘડીએ ડોક્ટર વિજય શાહનું નામ નક્કી થતા ભાજપના આગેવાનોમાં તેમજ ધારાસભ્યોમાં આશ્ચર્ય ફેલાયું હતું.

કેટલાક ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોએ રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું
વડોદરા ભાજપમાં જે રીતે કાઠીયાવાડી લોબીનું મહત્ત્વ વધી રહ્યું હતું તેને કટ ટુ સાઇઝ કરી સ્થાનિક કક્ષાના આગેવાનને પ્રમુખ તરીકે નિયુક્ત કરતા ભાજપમાં ભાંજગડ વધી હતી તો હવે બીજી બાજુ ડોક્ટર વિજય શાહની વિરોધી લોબીએ નવો વિવાદ ઊભો કર્યો છે. જેમાં તેઓ ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવે છે તો તેઓની નિમણૂક રાજકીય પક્ષના પ્રમુખ તરીકે થઈ શકે ખરી? તે એક ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે કેટલાક ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનોએ રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે જેથી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે.

રાજકીય પક્ષના પ્રમુખ તરીકે નિયુક્ત થઈ શકે કે નહીં તે અંગે વિવાદ
રાજ્ય સરકારના નિયમ પ્રમાણે જો કોઈ સરકારી નોકરી કરતા હોય કે મહત્વનો હોદ્દો ધરાવતા હોય તેવા અધિકારી રાજકીય પક્ષના હોદ્દેદાર થઈ શકે નહીં અને જો કોઈ સરકારી અધિકારી ચૂંટણી લડવા માગતા હોય તો જે તે સંસ્થાનું કે પછી સરકારમાંથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવાનું હોય છે પરંતુ રાજકીય પક્ષના આગેવાન તરીકે કોઈ હોદ્દો મેળવી શકાય નહીં. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થઈ છે જીઓ હાલ સરકાર સંચાલિત ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં ફોરેન્સિક વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવે છે જેથી તેઓ રાજકીય પક્ષના પ્રમુખ તરીકે નિયુક્ત થાય તો તેઓએ ગોત્રી મેડિકલ કોલેજમાંથી રાજીનામું આપી દેવું અને તેઓ રાજીનામું આપે નહીં તો પ્રમુખ પદે રહી શકે નહીં.

મેડિકલ કોલેજમાંથી રાજીનામું આપે છે કે પછી શહેર પ્રમુખ તરીકે રહેશે તે અંગે ચર્ચા
ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે ડોક્ટર વિજય શાહની નિમણૂક થતા નવો વિવાદ સર્જાયો છે જે અંગે ભાજપના જ કેટલાક ધારાસભ્ય અને આગેવાનોએ રાજ્ય સરકારમાં ધ્યાન દોર્યું છે. જેથી મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. ડોક્ટર વિજય શાહ ગોત્રી મેડિકલ કોલેજમાંથી રાજીનામું આપે છે કે પછી શહેર પ્રમુખ તરીકે રહેશે તે જોવાનું રહે છે .

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો