તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિમેન્ટ અને સ્ટીલનું ઉત્પાદન કરતી કંપનીઓ દ્ધારા કરવામાં આવેલા 25થી 30 ટકા કમરતોડ ભાવ વધારાના વિરોધમાં ક્રેડાઇ દ્વારા તારીખ 12 ફેબ્રુઆરીના રોજ ભાવ ઘટાડો પરત ખેચવાની માગ સાથે એક દિવસ કન્સ્ટ્રક્શન સાઈટો બંધ કરીને વડોદરા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે.
વડોદરામાં નાના-મોટા રૂપિયા 5 હજાર કરોડના 500 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે
ક્રેડાઇના ચેરમેન પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, સિમેન્ટ અને સ્ટીલમાં થયેલા ભાવ વધારાના કારણે વડોદરા સહિત ગુજરાતના બિલ્ડરોને 15થી 20 ટકાનો વધારો કરવો પડશે. જેની અસર ગ્રાહક ઉપર પડશે. વડોદરામાં હાલ નાના-મોટા રૂપિયા 5 હજાર કરોડના 500 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જો સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં ઘટાડો નહીં થાય તો મકાનોમાં 25 ટકા જેટલો ભાવ વધારો થવાની શક્યતાઓ છે.
ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન સંયુક્ત રીતે કલેક્ટરને આવેદનપત્ર આપશે
વધુમાં જણાવ્યું હતું કે, સિમેન્ટ અને સ્ટીલમા થયેલો ભાવ વધારો ઘટાડવા માટે ક્રેડાઇ દ્વારા સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ, હજી સુધી કોઇ નિરાકરણ ન આવતા આખરે અમારે આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડી છે. ક્રેડાઇ સાથે ઓલ ઇન્ડિયા બિલ્ડર એસોસિયેશન પણ જોડાયેલું છે. આવતીકાલે 12 ફ્રેબ્રુઆરીના રોજ વડોદરાના તમામ નાના, મોટા બિલ્ડરો પોતાની કન્સ્ટ્રક્શન સાઇટો બંધ રાખશે અને સિમેન્ટ અને સ્ટીલમાં થયેલ ભાવ વધારાનો વિરોધ કરશે, તે સાથે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે.
ભાવમાં ઘટાડો નહીં થાય તો મકાનની કિંમતોમાં 15થી 20 ટકાનો ભાવ વધારો થશે
ક્રેડાઇના ઉપપ્રમુખ મયંકભાઈ પટેલે જણાવ્યું હતું કે, 12 ડિસેમ્બર 2020ના રોજ પત્ર દ્વારા વડાપ્રધાનને પણ સ્ટીલ અને સિમેન્ટમાં થયેલા ભાવ વધારા બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે. રિયલ એસ્ટેટમાં મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવે છે, ત્યારે આ ભાવ વધારા ઉપર અંકુશ લાવવો જરૂરી છે અને ભાવમાં ઘટાડો કરવામાં નહીં આવે તો ન છૂટકે નાના-મોટા ડેવલપર્સને મકાનની કિંમતોમાં 15થી 20 ટકાનો ભાવ વધારો કરવો પડશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.