છેતરપિંડી:વડોદરાના ભેજાબાજે UK-કેનેડાના વિઝા અને સસ્તુ મકાન અપાવવાની લાલચ આપી ઠગાઇ કરી, વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલ(ફાઇલ તસવીર) - Divya Bhaskar
ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલ(ફાઇલ તસવીર)
  • આ પહેલા ભેજાબાજે સગા સાળા સાથે 5.60 લાખની છેતરપિંડી કરી હતી
  • ONGCમાં નોકરી અપાવાના બહાને 4 લોકો સાથે 20 લાખની ઠગાઇ કરી

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જેસિંગપુરા ગામનો વતની અને હાલમાં વડોદરા ખાતે રહેતામાં ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલ સામે રૂપિયા 5.45 લાખની છેતરપિંડીની વધુ એક છેતરપિંડીની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાઇ છે. ઠગ ચિંતન ઉર્ફ ચેતને વાઘોડિયાના લોકોને પણ સસ્તુ મકાન અપાવવા, કેનેડા અને UKના વિઝા અપાવવાના નામે છેતરપિંડી કરી હતી.

ઠગે સસ્તાઓ મકાનો બનાવવાની જાહેરાત આપી હતી વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં વાઘોડિયા તાલુકાના ખેરવાડી ગામના રહેવાસી રાકેશભાઇ વિઠ્ઠલભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જેસીંગપુરા ગામના વતની અને હાલ વડોદરામાં એ-18, શ્રી સોસાયટી, પરિવાર ચાર રસ્તા પાસે, વાઘોડિયા રોડ પર રહેતા ઠગ આરોપી ચિંતન ઉર્ફ ચેતન પ્રભુદાસ પટેલે વાઘોડિયા-વડોદરા રોડ ઉપર આવેલી ગાયત્રી મંદિરની બાજુ તપોવન રેસિડેન્સીમાં સસ્તાઓ મકાનો બનાવવાની જાહેરાત આપી હતી. જ્યાં તેની કોઇ જગ્યા ન હોવા છતાં તેને બોગસ જાહેરાત આપીને લોકો પાસેથી નાણાં પડાવી છેતરપિંડી કરી છે.

આ પહેલા ભેજાબાજે સગા સાળા સાથે 5.60 લાખની છેતરપિંડી કરી હતી(પ્રતિકાત્મક તસવીર)
આ પહેલા ભેજાબાજે સગા સાળા સાથે 5.60 લાખની છેતરપિંડી કરી હતી(પ્રતિકાત્મક તસવીર)

કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી 2.95 લાખની છેતરપિડી કરી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ભેજાબાજ ચિંતન ઉર્ફ ચેતન પટેલે ખેરવાડી ગામના રાકેશભાઇ પટેલને પણ તપોવન રેસિડેન્સીમાં મકાન આપવાની લાલચ આપી રૂપિયા 2.50 લાખની છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત ઠગે ચિંતન ઉર્ફ ચેતન પટેલે દર્શનકુમાર સદાનંદભાઇ પંજાબીને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી 2.95 લાખ રૂપિયાની છેતરપિડી કરી હતી. ઠગ ચિંતને દર્શનકુમાર પાસેથી UKના વિઝા અપાવવાના નામે તેનો ઓરીજનલ પાસપોર્ટ લીધો હતો.

UKના વિઝા અપાવવાના સપના બતાવ્યા હતા
પાસપોર્ટ લઇ લીધા બાદ તેને UKના વિઝા અપાવવાના સપના બતાવ્યા હતા. લાંબો સમય થઇ ગયો હોવા છતાં, વિઝા ન આવતા દર્શનકુમારે નાણાંની માંગણી કરી હતી. ત્યારે ઠગ ચિંતને તેઓને ધમકી આપી હતી. દરમિયાન એક પછી એક ઠગ સામે ફરિયાદોનો નોંધાતા વાઘોડિયા પોલીસ મથકમાં તેની સામે રૂપિયા 5,45,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. વાઘોડિયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ONGCમાં નોકરી અપાવાના બહાને 4 લોકો સાથે 20 લાખની ઠગાઇ કરી(પ્રતિકાત્મક તસવીર)
ONGCમાં નોકરી અપાવાના બહાને 4 લોકો સાથે 20 લાખની ઠગાઇ કરી(પ્રતિકાત્મક તસવીર)

સગા સાળા સાથે પણ 5.60 લાખની છેતરપિંડી કરી હતી
આ પહેલા ચિંતન ઉર્ફ ચેતન પટેલે સગા સાળા વિશાલ સાથે કેનેડાના વર્ક પરમિટ વિઝા તથા ONGCમાં નોકરી અપાવવાના બહાને 5.60 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરી હતી. ભેજાબાજે પહેલા સાળાની બહેનને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરી લીધા હતા. તે બાદ તેને સાળા સહિત 6 વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી.

ONGCમાં નોકરી અપાવાના બહાને 4 લોકો સાથે 20 લાખની ઠગાઇ કરી
ચિંતન પટેલે તાંદલજાના 4 વ્યક્તિ સાથે પણ ONGCમાં નોકરી અપાવાના બહાને વધુ 20 લાખની ઠગાઇ કરવા બાબતે જેપી પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ઠગ ચિંતને તમામ વ્યક્તિઓને તેના પિતા દિલ્હીમાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં કમિશનર હોવાની તથા તેનો ભાઇ અજય પટેલ અમદાવાદ ચાંદખેડામાં ઓએનજીસીમાં એમડીની પોસ્ટ પર હોવાની બડાશ હાંકી વ્યક્તિ દીઠ 5 લાખમાં નોકરી અપાવાની લાલચ આપી હતી અને બોગસ નિમણૂંક પત્રો આપીને ઠગી લીધા હતા અને પૈસા હડપ કરી લઇ નોકરી અપાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...