ભ‌વિષ્યની ઝંખના:સ્રી સલામતી અને સન્માન માટે ઝઝૂમતા યુગમાં વડોદરા દીવાદાંડી બને

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પદ્મજારાજે ગાયકવાડ
રાજકુમારી - Divya Bhaskar
પદ્મજારાજે ગાયકવાડ રાજકુમારી
  • ‘હું આનંદ સાથે, ગર્વ સાથે કહી શકું છું કે, વડોદરા મારું પ્રિય શહેર છે, અહીંના લોકોને શિક્ષણમાં વધુ રસ છે’

અત્યારે હું ધોરણ-10માં અભ્યાસ કરુ છું. મારી વયના વિદ્યાર્થીઓ માટે વડોદરા હંમેશાં જીવવા જેવું અને રોમાંચક શહેર રહ્યું છે. હું આનંદ સાથે, ગર્વ સાથે કહી શકું છુ કે, વડોદરા મારું પ્રિય શહેર છે. આ શહેરને લોકો કલાનગરી કહે છે, સંસ્કારી નગરી પણ કહે છે. લોકોને આ શહેર ગરબા માટે જાણીતું લાગે છે. અહીં ક્રિકેટ ખૂબ રમાય છે. પણ મારા મતે વડોદરાના લોકોને શિક્ષણમાં વધુ રસ છે. પોતાના બાળકોને સારંુ એજ્યુકેશન મળે તે માટે લોકોને વધુ રસ છે. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં અને તેમને સલામતી આપવામાં વડોદરા આગળ છે.

શિક્ષકો પણ વિદ્યાર્થીઓ સારી રીતે ભણે તે માટે સારી રીતે ભણાવે પણ છે. આ શહેરમાં વિદ્યાર્થીઓ પોતાને સેફ (સલામત) સમજે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની જાતે જ સાઇકલ પર કે ચાલીને પણ સ્કૂલે જાય છે. વડોદરા સલામત છે. તેનો આ પૂરાવો છે. વડોદરા માટે, વડોદરાના વિદ્યાર્થીઓ અને મારા જેટલી વયના છોકરા-છોકરીઓ માટે સૌથી સારી બાબત અહીં થતાં સાંસ્કૃતિક કાર્યક્રમો છે. સ્કૂલોમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ઘણીવાર થાય છે. આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને પોતાનામાં રહેલી ક્ષમતા બતાવવાની તક મળે છે, પોતાની આંતરિક ક્ષમતાને વધુ સુધારવાનો સમય મળે છે.

જે મોટા થઇને પોતાની કરિયર એ ફિલ્ડમાં જ બનાવે છે. એ રીતે કલાનગરીની ઓળખ સાચવી રહ્યું છે. આજે ગરબા અમને ગમે છે. વડોદરાના ગરબા તેની પરંપરાગત શૈલી માટે દુનિયાભરમાં જાણીતા છે. આ લોકપ્રિયતા ગરબાના ઘણા બધા આયોજનથી જાણી શકાય છે. આ ગરબાઓમાં એક મેદાન પર હજારો લોકો ગરબા કરે છે અને વડોદરામાં એવા અનેક ગરબા ગ્રાઉન્ડ છે.

આ નજારો બહારગામથી આવતા મુલાકાતીઓ માટે પણ ખૂબ જ આકર્ષક હોય છે. બીજી એક વાતનો ઉલ્લેખ અહીં કરીશ. આ શહેરમાં સ્ત્રીઓને ખૂબ સલામતી મળે છે. એ સારી બાબત છે. પણ તેથી ય વધુ સારી બાબત એ છે કે, મારુ વડોદરા શહેર સ્ત્રીઓને સન્માન પણ આપે છે. અહીં થતા જાહેર કાર્યક્રમો વિશે જાણતા આ કહી શકીએ છીએ. આ જ વડોદરાનું સાચુ સાંસ્કૃતિકપણું છે. હું એવું ઇચ્છુ છું કે વડોદરા એવું જ રહે તે અત્યારે છે. અહીં રહેતા લોકોને વડોદરા ગમે છે. વડોદરાની આ જ સાચી આબોહવા છે જેમાં કલા-સંસ્કૃતિ અને સંસ્કાર ધબકે છે.

અન્ય સમાચારો પણ છે...