ગૌરવ:વડોદરાની માઝલ વ્યાસ અભિનિત શોર્ટ ફિલ્મ પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થઈ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિશોરીઓના દેહ વ્યાપાર જેવા સંવેદનશીલ વિષયની કથાવસ્તુને કંડારી
  • ‘બેસ્ટ ઓફ ઇન્ડિયા’ શોર્ટ​​​​​​​ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ જ્યૂરી પ્રાઇઝ મેળવ્યું : ફિલ્મમાં ડાયરેક્ટર પ્રકાશ ઝાએ અભિનય કર્યો છે

આગામી ઓસ્કાર એવોર્ડ માટેના શોર્ટફિલ્મની કેટેગરીમાં વડોદરાની ટીન એજ અભિનેત્રી માઝલ વ્યાસ અભિનિત શોર્ટ ફિલ્મ ‘હાઇવે નાઇટ્સ’ને નોમિનેટ કરવામાં આવી છે. અમેરિકાના લોસ એન્જલ્સ ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ‘બેસ્ટ ઓફ ઇન્ડિયા’માં 19 મિનિટની આ શોર્ટ ફિલ્મને ગ્રાન્ડ જ્યૂરી પ્રાઇઝની ઘોષણા કરવામાં આવી હતી. લગભગ 2,500 શોર્ટ ફિલ્મો આ ફેસ્ટિવલમાં આવી હતી અને તેમાં પહેલીવાર ટોપ-15માં અને ત્યારબાદ ફરી ટોપ-5માં એન્ટ્રી મળી હતી. ત્યારબાદ જ્યૂરી મેમ્બર્સે આ ફિલ્મના નામની પ્રાઇઝ માટે ઘોષણા કરી હતી.

આ વિશે માઝલ વ્યાસે જણાવ્યું કે, ‘સમાજની દૂષિત માનસિકતા અને શિક્ષણના અભાવને લીધે સર્જાતી હાલતમાં મજબૂર થઇને બાળાઓ દેહ વ્યાપારમાં ધકેલાઇ જાય છે. તેને એક ટ્રક ડ્રાઇવર મળે છે અને છેવટે તેમના સંબંધ પિતા-પુત્રી સમકક્ષ થાય છે. આ સામાજિક સમસ્યાનો ઉકેલ કેવી રીતે આવી શકે તે આ ફિલ્મે બખૂબી બતાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.’ ટ્રક ડ્રાઇવરની ભૂમિકા પ્રકાશ ઝાએ કરી છે.

આ ફિલ્મને આગામી સમયમાં લોસ એન્જલસ ખાતે આવેલા હોલિવૂડનાં છબીઘરોમાં પ્રદર્શિત કરવામાં આવશે. માઝલે આ અગાઉ પણ કેટલીક શોર્ટ ફિલ્મ્સ કરી છે. તેણે વધુમાં જણાવ્યું કે, ‘ઓસ્કાર એવોર્ડ આ ફિલ્મને મળે કે નહીં, પણ ઓસ્કાર સુધી આ ફિલ્મ નોમિનેટ થઇ એ પણ મારા માટે અને ટીમ માટે ગર્વની વાત છે.’

અન્ય સમાચારો પણ છે...