• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vadodara based Filmmaker director Made A Film 'Sector Balakot' On The Impact Of Terrorism On The Economy, Shooting In The Forests Of Pavagadh, Devgarh Baria, Dangs

એર સ્ટ્રાઇક પર ફિલ્મ:વડોદરાના ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકે આતંકવાદની અર્થતંત્ર પર અસર વિષય પર 'સેક્ટર બાલાકોટ' ફિલ્મ બનાવી, પાવાગઢ, દેવગઢ બારીયા, ડાંગના જંગલોમાં શૂટિંગ થયું

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હિતેશ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી છે - Divya Bhaskar
હિતેશ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી છે
  • અભિનેતા વિપુલ ગુપ્તા, અસ્મિત પટેલ, પુનિત ઇસાર, જીનલ પંડ્યા લીડ ભૂમિકામાં જોવા મળશે

બોલીવુડ દ્વારા આતંકવાદ પર અનેક ફિલ્મ બનાવવામાં આવી છે. દરેક ભારતીયને આતંકવાદની વાત કરીયે એટલે સૌ પ્રથમ પાકિસ્તાન અને ભારતની વર્ષો જૂની દુશ્મની યાદ આવે છે. ફેબ્રુઆરી-2019માં ભારત દ્વારા બાલાકોટ ખાતે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જેમાં આશરે 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા. બોલિવુડમાં આતંકવાદ પર બનતી ફિલ્મ હંમેશા મારધાડ, અસંખ્ય ગોળીબાર સાથે લોહીલુહાણ પર બની તમે સૌ એ જોઇ હશે. કારગિલ, બોર્ડર, હોલીડે અને ઉરી જેવી હિટ ફિલ્મમાં આતંકવાદના અનેક સ્વરૂપ બતાવ્યા છે. પરંતુ આ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓ પર બોલીવુડ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો નથી.

સેક્ટર બાલાકોટ ફિલ્મ 15 ડિસેમ્બરે રિલીઝ થશે
વડોદરાના નિવાસી ગુજરાતી એનઆરઆઇ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક હિતેશ ખ્રિસ્તીની સેક્ટર બાલાકોટ આતંકવાદના અર્થતંત્રના અનેક મુદ્દાઓને પ્રકાશિત કરતી હટકે ફિલ્મ ડિસેમ્બર 2021માં રિલીઝ થવા જઇ રહી છે. જેમાં વિપુલ ગુપ્તા, અસ્મિત પટેલ, જિનલ પંડ્યા અને પુનિત ઇસાર લીડ ભૂમિકામાં છે.

અભિનેતા વિપુલ ગુપ્તા, અસ્મિત પટેલ, પુનિત ઇસાર, જીનલ પંડ્યા લીડ ભૂમિકામાં જોવા મળશે
અભિનેતા વિપુલ ગુપ્તા, અસ્મિત પટેલ, પુનિત ઇસાર, જીનલ પંડ્યા લીડ ભૂમિકામાં જોવા મળશે

હિતેશ MSUની સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી છે
હિતેશ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સોશિયલ વર્ક ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થી છે. તેઓ રિઈન્સ્યોરન્સ, ઈન્સ્યોરન્સ તેમજ હ્યુમન રિસોર્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે. 60 દેશમાં પરીભ્રમણ કરેલા હિતેશ ખ્રિસ્તીનો બિઝનેસ મલેશિયા, પપુઆ ન્યૂગીની તેમજ ભારતમાં હાલમાં કાર્યરત છે. સીઈઓ ઇન્શાઈટ્સ મેગઝીન દ્વારા તાજેતરમાં જ તેમને મલેશિયા ખાતે ભારતના ટોપ 10 બિઝનેસ લીડર્સમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. હિતેશ વડોદરાના પેહલા નિર્માતા છે જેમને બોલીવુડમાં ફિલ્મ બનાવી છે.

આતંકવાદનું અર્થતંત્ર દર્શાવવું વધુ મહત્વનું છે
ફિલ્મના નિર્માતા હિતેશ ખ્રિસ્તીએ જણાવ્યું હતું કે, 'રીઈન્સ્યોરન્સ, ઈન્સ્યોરન્સ તેમજ હ્યુમન રિસોર્સના બિઝનેસ સહિત મને ક્રિયેટિવિટી અને ફિલ્મ મેકિંગમાં ઘણો રસ હતો તેથી પાછલા વર્ષે મેં ક્યુ કેફે મુવીઝ પ્રોડક્શન હાઉસની શરૂઆત કરી અને દેશભક્તિના વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. ફિલ્મ બનાવવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એક સારો મેસેજ આપવાનો છે. મારધાડ અને લોહીલુહાણ સાથે આતંકવાદને દર્શાવવાને બદલે આતંકવાદનું અર્થતંત્ર દર્શાવવું વધુ મહત્વનું છે માટે મેં સેક્ટર બાલાકોટ ફિલ્મ યુદ્ધના અર્થતંત્ર વિષે તથા આતંકવાદ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે'

પાવાગઢ, દેવગઢ બારીયા, ડાંગના જંગલોમાં શૂટિંગ થયું
પાવાગઢ, દેવગઢ બારીયા, ડાંગના જંગલોમાં શૂટિંગ થયું

ફિલ્મનું શૂટિંગ લક્ષ્મી સ્ટુડિયો અને પાવાગઢની આસપાસના જંગલોમાં થયું
સેક્ટર બાલાકોટ એક પાકિસ્તાની આતંકવાદીના ઇન્ટરોગેશનની ફિલ્મ છે, જેમાં આતંકવાદીનાં ઇન્ટરોગેશન દરમિયાન અનેક તથ્યો બહાર આવે છે. આતંકવાદનું મૂળ ક્યાંથી અને કઈ રીતે ઉપજે છે તે આ ફિલ્મમાં દર્શકોને જાણવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ વડોદરાના લક્ષ્મી સ્ટુડિયો, પાવાગઢ તેમજ તેની આસપાસના જંગલ, દેવગઢ બારીયા, ડાંગનું જંગલ તેમજ ડેલહાઉસી અને મુંબઈ ખાતે કરાયું હતું. 1 કલાક 50 મિનિટની આ ફિલ્મ 15 ડિસેમ્બરના રોજ રૂપેરી પડદા પર રિલીઝ કરવામાં આવશે.

સેક્ટર બાલાકોટ ફિલ્મ 15 ડિસેમ્બરે રિલીઝ થશે
સેક્ટર બાલાકોટ ફિલ્મ 15 ડિસેમ્બરે રિલીઝ થશે
અન્ય સમાચારો પણ છે...