તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સિજનની કટોકટી ટાળવા પ્રયાસ:વડોદરાની એઇમ્સ કંપની અટલાદરાની કોવિડ હોસ્પિટલ પાસે ઓક્સિજન રિફિલિંગ સ્ટેશન શરૂ કરશે, હોસ્પિટલોને સમયસર ઓક્સિજન મળશે

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
ખાસ ફરજ પરના અધિકારી અને કલેક્ટરે પાદરા તાલુકાના ગવાસદ ગામમાં આવેલી એઇમ્સ ઓક્સિજનની મુલાકાત લીધી હતી - Divya Bhaskar
ખાસ ફરજ પરના અધિકારી અને કલેક્ટરે પાદરા તાલુકાના ગવાસદ ગામમાં આવેલી એઇમ્સ ઓક્સિજનની મુલાકાત લીધી હતી
 • ઓક્સિજન અને સારવાર વ્યવસ્થાઓને સુદ્રઢ રાખવા તંત્ર સતત રાત્રિ જાગરણ કરે છે
 • રવિવારે મોડી રાત્રે ગોત્રી ખાતે તાત્કાલિક કોવિડ સારવાર કેન્દ્રનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો

વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે રવિવારના દિવસે ઓક્સિજન વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા સાવલી, કરજણ અને પાદરા તાલુકાની ઓક્સિજન સુવિધાઓનું જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે નિરીક્ષણ અને પરામર્શ કરીને રિફિલિંગ અને પરિવહનના નેટવર્કને મજબૂત કરવાનો પરિશ્રમ કર્યો હતો. તેના ભાગ રૂપે રાત્રે છેલ્લે પાદરા તાલુકાના ગવાસદ ગામમાં આવેલી એઇમ્સ ઓક્સિજનની મુલાકાત લીધી હતી.

રિફિલિંગ સ્ટેશન હોસ્પિટલોને ઓક્સિજન મેળવવામાં મદદરૂપ બને છે
એઇમ્સ ઓક્સિજન કંપનીના સંચાલકો સાથે કંપની દ્વારા અટલાદરાની સત્સંગ સ્થળ હોસ્પિટલ નજીક નવલખી મેદાન જેવી રિફિલિંગ સ્ટેશનની સુવિધા ઊભી કરવા અંગે ચર્ચા કરી હતી. જેને માટે કંપની સહમત થઈ છે. આ સુવિધા નજીકની હોસ્પિટલોને ઓક્સિજન મેળવવાની સરળતાની સાથે તેની કટોકટી નિવારવામાં મદદરૂપ બની શકે છે. આ એકમનો પ્લાન્ટ ખૂબ ક્ષતિગ્રસ્ત હોવાથી ઉત્પાદન શક્ય નથી. તેના વિકલ્પે હાલ આ કંપની શક્તિ એજન્સી અને એર લિક્લવીડ પાસેથી દૈનિક 15 ટન જેટલો ઓક્સિજન મેળવીને સિલિન્ડરોનું રિફિલીંગ કરે છે.

કોવિડ તાત્કાલિક સારવાર કેન્દ્રનો 12 દર્દીઓને દાખલ કરીને ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો
કોવિડ તાત્કાલિક સારવાર કેન્દ્રનો 12 દર્દીઓને દાખલ કરીને ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો

ગોત્રી ખાતે તાત્કાલિક કોવિડ સારવાર કેન્દ્રનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો
ડો.વિનોદ રાવના નેતૃત્વ હેઠળ તંત્ર કોવિડ સારવારની સુવિધાઓ અને ઓક્સિજનની વ્યવસ્થાઓને સુદ્રઢ બનાવવા સતત રાત્રિ જાગરણ કરી રહ્યું છે. રવિવારે મોડી રાત્રે GMERS, ગોત્રીની કોવિડ સારવાર સુવિધાના વિસ્તરણરૂપે સ્થાપિત ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે, કોવિડ તાત્કાલિક સારવાર કેન્દ્રનો 12 દર્દીઓને દાખલ કરીને ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.

ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવા માટે MGVCLની ટીમને બિરદાવી
ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવે યુદ્ધના ધોરણે અહીં ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવા માટે MGVCLના મુખ્ય ઇજનેર અને કર્મયોગીઓની ટીમને બિરદાવી હતી તથા પી.આઇ.યુ.ના પ્રતિનિધિઓ અને તબીબો સાથે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો