વડોદરાની વકીલ મંડળની ચૂંટણી:મોડી રાત્રે પરિણામ જાહેર; પ્રમુખ પદે નલીન પટેલ, ઉપપ્રમુખ પદે વૈકંક જોષીની જીત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે વડોદરા વકીલ મંડળની ચૂંટણીનું મતદાન યોજાયા બાદ મોડી રાત્રે પરિણામ જાહેર થયું હતું. જેમાં પ્રમુખ પદે નલીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદે વૈકંક જોશીની જીત થતા ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો. વકીલ મંડળની ચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું. ભાજપના આગેવાનો શુભેચ્છા આપવા માટે દોડી આવ્યા હતાં.

શુક્રવારે વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ત્યારબાદ મોડી સાંજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કે પ્રમુખ, ઉપ પ્રમુખ, જનરલ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં પ્રમુખ પદે નલીન પટેલ, ઉપપ્રમુખ પદે વૈકંક જોશી, જનરલ સેક્રેટરી પદે રીતેશ ઠક્કર અને જોઇન્ટ સેક્રેટરી પદે નેહલ સુતરિયાનો વિજય થયો હતો.

ઉલ્લેખનીય છે કે, મતદાન દરમિયાન કોવિડ ગાઇડ લાઇનના પગલે મતદારોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામા આવ્યું હતું. વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો માટે પહેલી વખત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બે મતદાન મથક ઊભા કરાયાં હતા. જેથી એક સાથે એક સમયે 72 વકીલો મતદાન કરી શકે. જ્યારે મેનેજિંગ કમિટી અને લેડિઝ રિઝર્વ પોસ્ટ માટે તા.18 ડિસેમ્બર શનિવારે ગણતરી થશે. મતગણતરીનું રિઝલ્ટ સ્ક્રિન પર લાઇવ બતાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...