ભારે વિવાદો વચ્ચે બોલિવૂડની ફિલ્મ પઠાન આજે વડોદરાના તમામ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે અને દર્શકો ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં મૂવી જોવા માટે ઉમટી પડ્યા છે અને દર્શકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવી છે. બીજી તરફ પઠાન ફિલ્મની રિલીઝને લઈને થિયટર બહાર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
બહુ મસ્ત ફિલ્મ છે
શિવમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ફિલ્મ એક નંબર છે. બધી ખોટી વાતો છે. ફિલ્મ જોરદાર છે. બધી અફવાઓ છે. ફિલ્મમાં બધુ સારૂ બતાવ્યું છે, કશું ખરાબ બતાવ્યું નથી. બહુ મસ્ત ફિલ્મ છે. આઇ લવ યુ શાહરૂખ ખાન.
હું ફરીથી ફિલ્મ જોવા જઈશ
વૃદા બારૈયાએ જણાવ્યું હતું કે, એક નંબર ફિલ્મ છે અને હું ફરીથી જોવા આવવાની છું. શાહરૂખ ખાન અને દિપીકાનો રોલ ખૂબ જ સારો છે અને વિલન તરીકે જ્હોન અબ્રાહમનો રોલ પણ ખૂબ જ મસ્ત છે. ફિલ્મમાં કોઈ વિવાદિત નથી. 4 વર્ષ રાહ જોઈ પણ ફિલ્મ ખૂબ જ સારી છે.
સુપર ડુપર હિટ ફિલ્મ છે
એક દર્શક મોહમ્મદ ફારૂકે જણાવ્યું હતું કે, સુપર ડુપર હિટ ફિલ્મ છે. આ ફિલ્મનો કોઈ મુકાબલો કરી શકે નહીં. ફિલ્મમાં વિવાદ જેવુ કંઇ નથી. બધુ ઉપજાવી કાઢેલુ છે.
વડોદરામાં 'પઠાન' જોવા દર્શકોમાં ઉત્સાહ
વડોદરામાં પણ પઠાન રીલિઝ થઈ છે. થિયેટર ઉપર ખાસ પોલીસનો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પઠાન મૂવી રિલીઝ થઈ છે. લોકોમાં પણ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.