વડોદરા એરપોર્ટ ઇન્ટરનેશનલ થવાની વાત જોજનો દૂર છે ત્યારે છેલ્લા છ મહિનામાં જ વડોદરા એરપોર્ટ પેસેન્જર સંતુષ્ટી સર્વેમાં 13 નંબર પરથી 29 નંબરે પાછળ ધકેલાયું છે. સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન જેના ઉપર સૌથી વધુ ભાર મૂકી રહ્યા છે. તે ટોયલેટ અને તેની સ્વચ્છતામાં પેસેન્જર તરફથી વડોદરાને ઓછા માર્ક આપવામાં આવ્યા છે.
જાન્યુઆરીથી જૂન મહિનાના પ્રથમ રાઉન્ડમાં વડોદરા એરપોર્ટને પાંચમાંથી 4.78 માર્ક મળ્યા હતા જ્યારે જૂનથી ડિસેમ્બરના બીજા સર્વેમાં 4.55 માર્ક મળ્યા હતા. દર છ મહિને આ સર્વે કરવામાં આવતો હોય છે. એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા પણ ટોયલેટમાં સ્વચ્છતાની સમસ્યાને સ્વીકારવામાં આવી છે.
અમે ડેઇલી ઇન્સ્પેક્શન માટે ટીમ કાર્યરત કરી છે
એરપોર્ટની અંદરના ટોયલેટમાં રેન્કિંગ ઓછું મળ્યું છે. અમે એક સપ્તાહથી એક ટીમ ડેઇલી ઇન્સ્પેક્શન માટે કાર્યરત કરી છે. તમામ પેરામીટર્સને સુધારવાનો પ્રયાસ થશે. > ટી. કે .ગુપ્તા, એરપોર્ટ ડાયરેક્ટર
કઈ સુવિધાઓમાં વડોદરા એરપોર્ટ પાછળ રહ્યું
- ટોયલેટમાં સ્વચ્છતા -પાર્કિંગની સુવિધા -ટ્રોલીની સુવિધા
-ચેકઇનમાં વેટિંગ સમય -ચેકિંગ સમયે મદદ કરતો સ્ટાફ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.