તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઇમ:વડોદરા એરપોર્ટ ઓથોરિટીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક

વડોદરા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એરપોર્ટ સત્તાધીશોએ IT વિભાગની મદદથી તપાસ હાથ ધરી

વડોદરા એરપોર્ટ ઓથોરિટીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ રવિવારે હેક થતાં હડકંપ મચ્યો હતો. વડોદરા એરપોર્ટ દ્વારા ફ્લાઇટ, ઓક્સિજન તેમજ મેડિકલ એમ્બ્યુલન્સ અંગેની જાણકારી સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા જાહેર કરાતી હતી. એરપોર્ટ સત્તાધીશોને સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયાની માહિતી રાત્રે મળતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. તેમણે તાત્કાલિક એકાઉન્ટ બ્લોક કરી તપાસ કરવા એરપોર્ટના આઇટી વિભાગને જાણ કરી હતી.

એરપોર્ટ ડાયરેક્ટર ટી.કે. ગુપ્તાએ જણાવ્યું કે, ઘણા સમયથી સાઇબર એટેકમાં વિવિધ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. અગાઉ વડોદરા એરપોર્ટનાં પણ કેટલાક ડુપ્લિકેટ એકાઉન્ટ કાર્યરત હતાં, જે અંગે પોલીસ અને અન્ય એજન્સીઓને જાણ કરી હતી. રવિવારે સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયાની જાણ થતાં આઇટી વિભાગને તપાસ કરવા જણાવ્યું છે. એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચરમાં કોઈ મહિલાનો ફોટો અને નામ મૂકાયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો