તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠગાઈ:​​​​​​​વડોદરામાં ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસના 9 હજાર મેળવવામાં બિઝનેસમેને  95 હજાર ગૂમાવ્યા,મહિલાએ ફોન કરીને બારોબાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

​​​​​​​વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ભેજાબાજો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. - Divya Bhaskar
પોલીસે ભેજાબાજો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
  • ભેજાબાજ મહિલાએ ચુંગાલમાં ફસાવીને

બેંક ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ્ પોઇન્ટસના રૂપિયા 9 હજારની લાલચે ઓનલાઇન ભેજાબાજના ચુંગાલમાં આવી જતા નજીવી રકમ મેળવવાની લાલચમાં ખાતેદારને લાખ રૂપિયા જેટલી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો. શહેરના ફતેગંજ વિસ્તારમાં ડિઝાઇનીગ એન્જિનિયરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા બિઝનેસમેનને વિશ્વાસમાં લઇ અજાણી મહિલાએ ફોન કરી વેપારીના બેંક ખાતામાંથી બારોબાર રૂપિયા 95 હજાર ઉપરાંતની રકમ ઉપાડી લીધી હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે સયાજીગંજ પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બેંકમાંથી બોલતી હોવાનું મહિલાએ કહેલું
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના હરણી રોડ પર રહેતા યોગેશ ગીગલાણી ડિઝાઇનીગ એન્જિનિયરિંગનું કામ કરે છે. ફતેગંજ વિસ્તારના સેફરોન ટાવરમાં તેઓ ઓફિસ ધરાવે છે. 23મી માર્ચના રોજ તેઓને અજાણી વ્યક્તિએ ફોન કરી આરબીએલ બેંકમાંથી પ્રિયા શર્મા હોવાની ઓળખ આપી જણાવ્યું હતું કે , " તમારા ક્રેડિટ કાર્ડના રિવોર્ડસ પોઇન્ટ આવ્યા છે . જેથી તમને રૂપિયા 9 હજાર રૂપિયા મળશે.

ઓટીપી મોકલતા રૂપિયા ઉપાડી લીધા
વાતચીત દરમિયાન અજાણી વ્યક્તિએ યોગેશભાઈના ક્રેડિટ કાર્ડ અને પાન કાર્ડનો નંબર જણાવી વિશ્વાસ કેળવ્યો હતો. આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાં રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર અમે તમને ઓ.ટી.પી. મોકલ્યો છે જે પાસવર્ડ અમને આપો. જેથી ઓ.ટી.પી. સેન્ડ કરતા જ સામેવાળી વ્યક્તિએ ફોન કટ કરી નાખ્યો હતો . અને ત્યારબાદ થોડીવારમાં યોગેશભાઈના બેંક ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા 95,680ની રકમ ભેજાબાજે ઉપાડી લીધી હતી.દરમિયાન બિઝનેસમેને પ્રિયા શર્મા નામની મહિલા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો