તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોટેસ્ટ રવિવાર:વડોદરા @ 41.20 ડિગ્રી, 2 દિવસમાં પારો 30 વધ્યો, સૂકા વાતાવરણ અને ગરમ પવનના પગલે ગરમી વધી

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લઘુતમ તાપમાનનો પારો 23 ડિગ્રી નોંધાયો

શહેરના વાતાવરણમાં લો લેવલ પર સર્જાયેલા એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન રચાતા વાતાવરણ સુકુ બની જતા ભેજનું પ્રમાણ ઘટી ગયું છે.જેના પગલે છેલ્લા બે દિવસથી શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યો છે. રવિવારે તો ગરમીનો પારો 41 ડિગ્રીથી ઉપર પહોચી ગયો છે. આમ છેલ્લા બે દિવસમાં જ ગરમીનો પારો 3 ડિગ્રી વધી જતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રવિવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 41.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 23 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે 8:30 વાગે 43 ટકા તો સાંજે 5:30 વાગે 19 ટકા નોંધાયું હતું. બીજી તરફ ઉત્તર-પશ્ચિમની દિશાથી 7 કિ.મીની ઝડપે ગરમ પવનો ફુંકાયા હતાં.

માર્ચ-2017માં પારો 42.7 ડિગ્રી થયો હતો
શહેરમાં માર્ચ મહિનામાં છેલ્લા પાંચ વર્ષના સૌથી વધુ ગરમીના આંકડા જોઈએ તો વર્ષ 2020માં 38.4 ડિગ્રી, વર્ષ 2019માં 41.6 ડિગ્રી, વર્ષ 2018માં 40.7 ડિગ્રી, વર્ષ 2017માં 42.7 ડિગ્રી અને વર્ષ 2016માં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે વર્ષ 2021માં અત્યાર સુધી 41.2 ડિગ્રી તાપમાન નોંધાઈ ચુક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો