• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vaccines Will Be Administered At 125 Centers In The City From 7 Am To 12 Noon Today, With 52,000 Covshields And 3,000 Doses Of Covacin Vaccine Allotted.

મેગા વેક્સિનેશન:આજે શહેરમાં125 સેન્ટર પર સવારે 7 થી રાતે 12 વાગ્યા સુધી રસી મૂકાશે, 52 હજાર કોવિશિલ્ડ અને 3 હજાર કોવેક્સિન રસીના ડોઝ ફાળવાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડાપ્રધાનના જન્મદિને 20 હજાર લોકોને રસીનો લક્ષ્યાંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે શુક્રવારે શહેરનાં 125 રસીકરણ કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં વધુ ને વધુ નાગરિકો રસી લઇ શકે તે માટે સરકાર દ્વારા પણ રસીનો જંગી જથ્થો ફાળવવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા શહેરનાં પોલીસ વિભાગ, સંસ્થાઓ, સરકારી સંગઠનો, વિદ્યાર્થીઓ અને આશાવર્કરો સાથે મળીને વધુમાં વધુ લોકોને રસી અપાવી શકાય તે માટે કવાયત હાથ ધરી છે. અંદાજે 20 હજાર ઉપરાંત લોકો વેક્સિન મુકાવે તેવી શક્યતાછે.

મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા 52 હજાર કોવિશીલ્ડ અને 3 હજાર કોવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આ રસીકરણ અભિયાનમાં શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાય તે માટે યુનિવર્સિટી, કોલેજ, પોલીસની શી ટીમ, ઔદ્યોગિક સંગઠનો સાથે પોલિટિકલ વિંગને પણ જોડવામાં આવી છે. શહેરની 550 આશાવર્કરો અને 450 આંગણવાડીના વર્કરો સાથે પ્રત્યક્ષ ચર્ચા કરી લોકોને સમજાવ્યા છે. આ સાથે પ્રથમ ડોઝ જે લોકોનો બાકી હોય તેમને પણ અપીલ કરાઈ છે કે આ કેમ્પનો લાભ લે. સવારમાં નર્સિંગ વિભાગના કર્મચારીઓ અને બપોર પછી આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવશે.

રસીકરણમાં વડોદરા રાજ્યમાં ત્રીજા નંબરે
રસીકરણના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ પ્રથમ ડોઝમાં રાજ્યમાં ગાંધીનગર, જૂનાગઢ અને વડોદરાનો ત્રીજો નંબર આવે છે. જ્યારે બીજા ડોઝમાં સુરત, ગાંધીનગર અને ત્રીજો નંબર વડોદરાનો આવે છે.

અન્ય સમાચારો પણ છે...