તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:10 હજાર શૈક્ષણિક કર્મીની સંમતિ હશે તો રસી મૂકાશે

વડોદરા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પીએચસી સેન્ટર્સમાં નોંધણી શરૂ
 • હાલના તબક્કે સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલનો સમાવેશ

હવે શિક્ષકોને પણ કોરોના વેક્સિન આપવાની નજીકના પીએચસી સેન્ટર ખાતે નોંધણી શરૂ કરાશે.સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલના જ ટિચિંગ-નોન ટિચિંગ સ્ટાફ મળીને 10 હજાર કર્મચારીઓને રસી અપાશે. જે માટે કર્મચારીઓના સંમતિપત્રકો જમા કરાવવાના રહેશે. કોરોના મહામારી સામે લડાઇ લડવા વેક્સિનેશનની શરૂઆત થઇ છે. હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઇન કોરોના વોરીર્યસ પછી શિક્ષકોને કોરોનાની વેકસીન આપવાની શરૂઆત થવાની છે. જેના ભાગ રૂપે શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

શહેર-જિલ્લાની 500 કરતા વધારે સ્કૂલોના શિક્ષકો અને બિન શૈક્ષણિક સ્ટાફને સ્વેચ્છાએ વેકસીનેશનની પ્રક્રિયા કરવામાં આવશે. અંદાજીત 10 હજાર શૈક્ષણિક કર્મચારીઓ વડોદરા શહેર-જિલ્લામાં આવેલા છે. સ્કૂલોની નજીક આવેલા પીએચસી સેન્ટરો ખાતે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અત્યારના તબક્કે સરકારી-ગ્રાન્ટ ઇનએઇડ સ્કૂલોના શિક્ષકો તથા બિન શૈક્ષણિક કર્મચારીઓને જ વેકસીનેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સ્ટાફના સંમતિપત્રકો મંગાવવાની પ્રક્રિયા શરૂ કરવાડીઇઓ દ્વારા શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે.

હાલમાં તબક્કાવાર સ્કૂલો શરૂ કરવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે શિક્ષકોને વેકસીનેશન આપવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓ પણ સુરક્ષીત રહે અને શિક્ષણને પણ અસર ના થાય તેવા આશયથી શિક્ષકોનું વેકસીનેશન કરવાની શરૂઆત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાના શિક્ષકોને વેકસીનેશન માટે હજુ સુધી કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો