6 દિવસ બાદ ફરી વેક્સિનેશન:આજથી ફરી રસીકરણ શરૂ,18 પ્લસ માટે 8 સેન્ટર વધારાયાં

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બંને વય જૂથના લોકોને રસી અપાશે, 45થી વધુ વયના લોકો માટે 8 સેન્ટર ઘટયાં
  • 18 +માં 140 ડોઝ અપાતાં હતા હવે 150 અપાશે
  • આજે 30 ડોઝ વધુ અપાશે કાલથી માત્ર 10 ડોઝ વધશે

શહેરમાં 6 દિવસથી વેક્સિનેશનની બંધ કામગીરી ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવશે. શહેરના વિવિધ 76 જેટલા વેક્સિનેશન સેન્ટર પર 18થી વધુ અને 45થી વધુની વયના લોકોને વેક્સિન અપાશે. જોકે મહત્વની બાબત એ છે કે 18 પ્લસની કેટેગરીને 140ની જગ્યાએ 170 ડોઝ આપવામાં આવશે.

ગુરુવારથી 18 પ્લસને આપવામાં આવતા ડોઝ 140થી વધારીને 170 કરવામાં આવ્યા છે. એટલે 18થી વધુ વયના વધુ 30 લોકોને રસી મળી રહેશે. સાથે 45 પ્લસની રસી મુકવા માટેના સેન્ટર 38 હતા. હાલમાં તેના પર રસી લેવા આવતા લોકોની સંખ્યાને જોતા આ સેન્ટર ઘટાડીને 30 કરવામાં આવ્યા છે. જ્યારે ઘટાડેલા 8 સેન્ટર પર 18 પ્લસ લોકોને વેક્સિન આપવામાં આવશે. આમ, 18 પ્લસને પહોંચી વળવા માટે 46 સેન્ટર કરવામાં આવ્યા છે.

વડોદરાના મેયરે કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે 45 પ્લસમાંથી 8 સેન્ટર ઓછા કરી 18 પ્લસ માટે 8 સેન્ટર વધારવા પાછળનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને વેક્સિન મળે તેવો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાલિકા તંત્ર પાસે 5 દિવસ સુધી ચાલે તેટલો જથ્થો છે અને આગામી દિવસોમાં નવો જથ્થો આવતો રહેશે. અત્યાર સુધી દરેક સેન્ટર પર 18 પ્લસના 140 ડોઝ અપતાં હતાં, હવે ગુરુવારે 30નો વધારો કરાયો છે.શુક્રવારથી 10 ડોઝ અને 5 સેન્ટર વધારી સેન્ટર દીઠ 150ને રસી અપાશે.

વેક્સિન ઇન્સ્ટિટયૂટમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરો : અકોટા ધારાસભ્ય
વડોદરાની વેક્સિન ઇન્સ્ટીટ્યુટમાં રસીનું ઉત્પાદન કરવા અકોટાના ધારાસભ્યે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યુ હતું કે,વડોદરાની વેકસીન ઇન્સ્ટિટયૂટ માં વિવિધ વેકસીનનું ઉત્પાદન થતું હતું અને ત્યાં વિશાળ જગા પણ છે.જેથી અનુકૂળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...