તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશન:રસીનો 50 હજારનો જથ્થો આવી જતાં આજથી રસીકરણ ફરી શરૂ

વડોદરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • શહેરમાં અત્યાર સુધીમાં 2.30 લાખ લોકોને વેક્સિન અપાઈ

શહેરમાં શનિવારે રસીનો જથ્થો ખૂટી પડતાં રવિવારે રસીકરણ થઈ શક્યું નહતું. પણ રવિવારે પૂણેથી રસીનો નવો જથ્થો આવી જતાં સોમવારથી રસીકરણની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે.રવિવારે પૂણેથી 50 હજાર રસીનો જથ્થો આવી પહોંચ્યો હતો. તેથી સોમવારે શહેરના 150 રસી કેન્દ્રો પર રસીકરણ ની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં હજી સુધી 2.30,000 લોકોને રસી આપવામાં આવી છે.

રસીકરણમાં 10થી વધુ સંસ્થા જોડાઈ
કોરોના વધતા તંત્ર દ્વારા રસીકરણ તેજ કરાયું છે. જેમાં 10થી વધુ સંસ્થા જોડાઈ છે. વાઘોડિયા રોડ શ્રીરંગ વાટિકાના ટ્રસ્ટી શ્યામ ઉપાધ્યાયે જણાવ્યું કે, પાલિકાના સહયોગથી રંગ વાટિકામાં અટલ સેવા સંઘ, ભાજપના સંગઠનની ટીમ, મોર્નીંગ ગૃપ ચેરીટેબલ ટ્રસ્ટ અને આરોગ્ય ભારતી સહિતની સંસ્થા સાથે મળીને રસી મૂકાઈ રહી છે. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક યુવક મહાસંઘે 4 એપ્રિલે કેમ્પ યોજ્યો હતો. માંડવી કલ્યાણરાયજી હવેલી દ્વારા રસી મૂકાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો