તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Vaccination Of People Above 45 Years Of Age Started In Vadodara From Today, 25 Saints Including Gyanvatsal Swami Of BAPS Got Vaccinated

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

45+નું વેક્સિનેશન અભિયાન:વડોદરામાં આજથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાનો પ્રારંભ, BAPSના જ્ઞાનવત્સલ સ્વામી સહિત 25 સંતોએ વેક્સિન લીધી

વડોદરાએક મહિનો પહેલા
સંત જ્ઞાનવત્સલ સ્વામીએ પણ આ પ્રસંગે રસી મૂકાવી હતી
  • નાગરિકોને પણ ઉત્સાહભેર રસીકરણ ઝુંબેશમાં સહભાગી થવા સંતોએ આહવાન કર્યું

વડોદરા શહેર સહિત રાજ્યભરમાં આજથી 45 વર્ષથી વધુ વયના લોકોને રસી મૂકવાના અભિયાનનો પ્રારંભ થયો છે, ત્યારે આજે સવારે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના 25થી વધુ સંતોએ આજે રસી મુકાવી હતી અને સમાજ માટે અનુકરણીય અને અનુસરણીય પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું અને નાગરિકોને પણ ઉત્સાહભેર રસીકરણ ઝુંબેશમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. સંસ્થાના સંત જ્ઞાનવત્સલ સ્વામીએ પણ આ પ્રસંગે રસી મૂકાવી હતી.

શાલિની અગ્રવાલે કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી
વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરાની ભાગોળે આવેલા કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને રસી મૂકાવવા આવેલા નાગરિકોનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું હતું. સાથે જ તેમણે કહ્યું કે, મેં પણ રસી લીધી છે, તમે પણ રસી મૂકાવજો અને તમારી નજીકના લોકોને પણ રસી મૂકાવવા માટે પ્રરિત કરજો, જેથી સમગ્ર દેશ આ મહામારીમાંથી બહાર આવી શકે.

કલેક્ટર શાલિની અગ્રવાલે રસી મૂકાવવા આવેલા નાગરિકોનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું
કલેક્ટર શાલિની અગ્રવાલે રસી મૂકાવવા આવેલા નાગરિકોનું પુષ્પગુચ્છ આપી અભિવાદન કર્યું

ડોક્ટર અને આરોગ્યકર્મીઓની કામગીરી બિરદાવી
કલેક્ટર શાલિની અગ્રવાલે રસી મૂકાવવા માટે આવેલા વરિષ્ઠ નાગરિકો, ફ્રન્ટલાઈન વોરિયર્સ, કો મોર્બિડ અને 45થી વધુ ઉંમરના લોકો જોડે સહજ રીતે સંવાદ સાધી તેમની તેમના આરોગ્યની પૃચ્છા કરી હતી. આ ઉપરાંત કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર અને આરોગ્યકર્મીઓની કામગીરી બિરદાવી હતી. સાથે જ રસીકરણની કામગીરી વધુ સઘન બનાવવા માટે જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી ઠુંમર, મામલતદાર ગોસાઈ, ડો. ઉદય ટીલાવત, તાલુકા હેલ્થ ઓફિસર ડો. નીરજ દેસાઈ, મેડિકલ ઓફિસર ડો. જિતેન રાણા, તાલુકા પંચાયતના સદસ્ય જ્યોત્સનાબેન છત્રસિંહ પરમાર, ઉપ સરપંચ છત્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આજથી 45થી વધુ વયના લોકોને વેક્સિન આપવાની શરૂઆત
કોરોનાના કેસનો વ્યાપ વધતા જ હવે સરકારે પણ વેક્સિનેશનની કામગીરી ઝડપી બનાવવા પર ભાર મૂક્યો છે. હાલમાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ બીમારી ધરાવતા લોકોને રસી મુકવાની કામગીરી ચાલી રહી હતી. હવે આજથી 50થી વધુ સેન્ટરો પર 45 વર્ષથી વધુ વયના લોકોને રસી મુકવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આજથી 45 વર્ષથી વધુ વયના લોકોને રસી મૂકવાના અભિયાનનો પ્રારંભ થયો છે
આજથી 45 વર્ષથી વધુ વયના લોકોને રસી મૂકવાના અભિયાનનો પ્રારંભ થયો છે

વડોદરામાં 1.50 લાખથી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે
વડોદરા શહેરમાં 45 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી મૂકાવી શકશે. વેક્સિન લેવા જાઓ ત્યારે સાવ ખાલી પેટે નહીં જવા માટે તબીબી નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવી છે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ લોકોને રસી અપાઇ ચૂકી છે. જેમાં હેલ્થ વર્કર, 60થી વધારે ઉંમર ધરાવતા લોકો તેમજ 45થી વધુ અને 60થી ઓછી ઉંમરના કો મોર્બિડીટી ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવી છે આજથી 45થી વધુની વય ધરાવતા સામાન્ય લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે.

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના 25થી વધુ સંતોએ આજે રસી મુકાવી હતી
BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના 25થી વધુ સંતોએ આજે રસી મુકાવી હતી
નાગરિકોને પણ ઉત્સાહભેર રસીકરણ ઝુંબેશમાં સહભાગી થવા સંતોએ આહવાન કર્યું હતું
નાગરિકોને પણ ઉત્સાહભેર રસીકરણ ઝુંબેશમાં સહભાગી થવા સંતોએ આહવાન કર્યું હતું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો