રસીકરણનો પ્રારંભ:આજથી 18 + ના 20 હજાર લોકોને રસીકરણ, એક કલાક સમય વધાર્યો

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાઉદી વ્હોરા સમાજના 278 લોકોનું વેક્સિનેશન
પાલિકાના સહયોગથી દાઉદી વ્હોરા સમાજે વેક્સિન લીધી હતી. જેમાં મહિલા અને પુરુષ સહિત 278 લોકોને રસી મૂકાઈ હતી. વેક્સિનેશનમાં આમિલ સાહેબ, અઝીઝ કેમ્પવાલા તથા સમાજના અગ્રણી રહ્યા હતા. - Divya Bhaskar
દાઉદી વ્હોરા સમાજના 278 લોકોનું વેક્સિનેશન પાલિકાના સહયોગથી દાઉદી વ્હોરા સમાજે વેક્સિન લીધી હતી. જેમાં મહિલા અને પુરુષ સહિત 278 લોકોને રસી મૂકાઈ હતી. વેક્સિનેશનમાં આમિલ સાહેબ, અઝીઝ કેમ્પવાલા તથા સમાજના અગ્રણી રહ્યા હતા.
  • શહેરમાં અગાઉ 7500 લોકોને રસી મુકાતી હતી, ચાર નવાં સેન્ટર ઊભાં કરી કુલ 80 કરાયાં
  • અગાઉ 10 થી 1 સુધીનો સમય હતો જે વધારીને 10 થી 2 સુધી કરાયો

રાજ્ય સરકાર દ્વારા કોરોના અંગેના રસીકરણમાં ધરખમ વધારો કરાયો છે. સોમવારથી 18 થી 44 વયના 20000 નાગરિકોને રસી મુકાશે. આ નિર્ણયને પગલે રવિવારે મોડી રાત્રે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઇન નવા સેન્ટર એડ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી દેવેશ પટેલે જણાવ્યા મુજબ, સોમવારથી 45થી ઉપરના વય જૂથ માટે અલગ કરેલા સેન્ટર ખાતે પણ 18 થી 44 વર્ષના લોકોને રસી અપાશે. 150નો સ્લોટ છે જે વધારીને 250 કરાયો છે તેમજ 4 નવા સેન્ટર ઊભા કરાયાં છે. જેને પગલે 80 સેન્ટર પર રસીકરણ થઈ શકે. કોવિશીલ્ડનો 44 હજારનો જથ્થો છે, જેથી રશીની કોઈ ખોટ નહીં પડે.

અત્યારે સરેરાશ 7500 જેટલા લોકોને રસી મૂકવામાં આવે છે જે સોમવારથી ત્રણ ગણા વધારા સાથેના લક્ષ્ય સાથે કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે સાંજે સાડા પાંચથી છ દરમિયાન ખુલ્લા રહેતા સેન્ટરના બુકિંગ સ્લોટ સરકારના આદેશ બાદ રાત્રે 10 વાગે ફરી ખોલાયા હતા. બીજી બાજુ 18 વર્ષથી ઉપરના લોકો માટે લાઈનો લાગતી હોવાથી તેમના સમયમાં એક કલાક વધારી 10 થી 2 સુધી કરાયો છે.

કાલથી વધુ 20 કેન્દ્ર શરૂ કરાશે
રાજ્ય સરકારના આદેશ મુજબ રસીકરણ ની સંખ્યા વધારવામાં આવી છે સાથે સેન્ટ્રરો પણ વધારવામાં આવ્યા છે. મંગળવારથી વધુ20 નવા સેન્ટર સાથે કુલ 100 કેન્દ્ર ઉપર 20000 નાગરિકોને રસી મૂકવામાં આવશે. > કેયુર રોકડિયા,મેયર

45+ માટે રસીનો ટાર્ગેટ 130 કરાયો
રાજ્ય સરકાર દ્વારા 45 વર્ષ ઉપરના લોકોના રસીકરણનું ટાર્ગેટ રોજનું 100 ડોઝનું થતું જે વધારીને 130નું કરવામાં આવ્યું છે. વાસ્તવમાં શહેરમાં કાર્યરત આ વય જૂથના 20 રસીકરણ સેન્ટરો ઉપર એક સેન્ટરમાં સરેરાશ 50 લોકો રોજ રસી મુકાવે છે. હવે રોજના 2600 લોકોને રસી મૂકવાનું લક્ષ્ય કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...