આટલું નોટ કરી લો:ટીનેજર્સે નાસ્તો કરીને જ રસી મૂકાવા જવું; સ્ટુડન્ટ કોઈપણ સંબંધીનો મોબાઈલ નંબર આપીને વેક્સિન લઈ શકશે

વડોદરા19 દિવસ પહેલા
વડોદરાની ઊર્મિ સ્કૂલ ખાતે વિદ્યાર્થીએ વેક્સિન લીધી હતી.
 • સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓએ રસી લેવા માટે લાઇનો લગાવી

વડોદરામાં આજથી 15થી 18 વર્ષના કિશોરોનું રસીકરણ શરૂ થયું છે. શહેરમાં 79 રસીકરણ કેન્દ્રો પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. કોરોના વેક્સિનેશનનો વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરામાં અત્યાર સુધીમાં 1000 વિદ્યાર્થીઓનું વેક્સિનેશન થયું છે. વડોદરા શહેરમાં અંદાજે દોઢ લાખ જેટલા કિશોરોને રસી આપવામાં આવશે. વડોદરાની ઉર્મી સ્કૂલમાં ધો-11માં ભણતી કૃતિ પટેલે જણાવ્યું હતું કે અત્યારે મેં વેક્સિન લીધી છે અને દરેક વ્યક્તિએ લેવી જોઇએ, કારણ કે અત્યારે ઓમિક્રોનને કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. એવા સંજોગોમાં સ્કૂલોમાં આપણે જઇએ છીએ, જેથી સુરક્ષા માટે વેક્સિન લેવી જરૂરી છે.

ચા-નાસ્તો કરીને કિશોરોએ રસી લેવા જવું
રસી મુકાવવા આવનારા કિશોરોને ચા-નાસ્તો કરીને આવવા જણાવાયું છે. ભૂખ્યા પેટે રસી મુકાવવા આવવું નહીં, એવું આરોગ્ય વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. કોર્પોરેટરો, નેતાઓ અને અગ્રણીનાં બાળકો રસી મુકાવી આ અભિયાનને વેગ આપશે. વડોદરામાં છાણી વિસ્તારમાં ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે વેક્સિન માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે વિદ્યાર્થીઓએ રસી લેવા માટે લાઇનો લગાવી હતી.

બધાએ વેક્સિન લેવી જોઇએ
વિદ્યાર્થી તુષાર પટેલે જણાવ્યું હતું કે, હું એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરૂ છું. મેં આજે વેક્સિન લીધી છે. વેક્સિન લેવામાં કોઇપણ જાતનો ડર રાખવાની જરૂર નથી. તેની કોઇ સાઇડ ઇફેક્ટ થતી નથી. બધાએ વેક્સિન લેવી જોઇએ.

એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી તુષાર પટેલે વેક્સિન લીધી હતી
એમ.એસ.યુનિવર્સિટીના વિદ્યાર્થી તુષાર પટેલે વેક્સિન લીધી હતી

ગુજરાત પબ્લિક સ્કૂલ, છાણીમાં ધો-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્નેહા પાલે જણાવ્યું હતું કે, મેં આજે વેક્સિન લીધી છે. દરેકે વેક્સિન લેવી જોઇએ. અન્ય એક વિદ્યાર્થી હર્ષ સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન લેવાથી કોઇ તકલીફ થતી નથી. દરેકે લેવી જોઇએ.

વિદ્યાર્થિની સ્નેહા પાલ અને હર્ષ સોલંકીએ વેક્સિન લીધી હતી
વિદ્યાર્થિની સ્નેહા પાલ અને હર્ષ સોલંકીએ વેક્સિન લીધી હતી
છાણી વિસ્તારમાં ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે વેક્સિન માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
છાણી વિસ્તારમાં ગુજરાત પબ્લિક સ્કૂલ ખાતે વેક્સિન માટે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રજિસ્ટ્રેશન ફરજિયાત નથી
વેક્સિનેશન માટે સ્કૂલ, સમય અને સ્લોટ કોવિન પોર્ટલ પર જોઈ શકાશે તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે. જોકે રજિસ્ટ્રેશન ફરજિયાત નથી. ઘર નજીક કે અનુકૂળતાવાળી શાળામાં વિદ્યાર્થી જન્મની તારીખ વાળા ફોટો આઇડી સાથે જશે તો રસી અપાશે. પાલિકાના આરોગ્ય વિભાગના ડે. મ્યુ. કમિશનર એસ.કે પટેલે જણાવ્યા મુજબ રસીકરણમાં રોજ દરેક શાળામાં 350 વિદ્યાર્થીને રસી આપવામાં આવી રહી છે.

વડોદરા શહેરમાં વેક્સિનેશનને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડોદરા શહેરમાં વેક્સિનેશનને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

તમામને કોવેક્સિન રસી અપાશે
બીજી તરફ, 6 જાન્યુઆરી, ગુરુવારે એમ. એસ. યુનિવર્સિટીમાં પોલિટેક્નિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે રસીકરણનો કાર્યક્રમ યોજાશે. કોલેજમાં ગુરુ અને શુક્રવાર દરમિયાન સવારે 9થી 2 સુધી રસીકરણ થશે. તમામને કોવેક્સિન રસી અપાશે. 31 ડિસેમ્બરે, 2007 પહેલાં જન્મેલા અને 18 વર્ષ સુધીના કોલેજમાં ભણતા તમામ વિદ્યાર્થીઓ આ રસી લઇ શકશે.

વડોદરા શહેરમાં 79 રસીકરણ કેન્દ્ર પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.
વડોદરા શહેરમાં 79 રસીકરણ કેન્દ્ર પર રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.

શાળાએ રસીકરણ અંગે વાલીઓને જાણ કરવી પડશે
ભણતા ન હોય અને દસ્તાવેજ ન હોય તો સંબંધીના મોબાઈલ નંબર દ્વારા રસી મુકાવી શકાશે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે રસીકરણ માટે વિદ્યાર્થીના વાલી પાસે કોઇ કન્સર્ન સર્ટિફિકેટ લેવાનું નથી. જ્યારે ડીઇઓ કચેરીએ સૂચના આપી હતી કે શાળાએ રસીકરણ અંગે વાલીઓને ટેલિફોનિક-મેસેજથી જાણ કરવી પડશે.

વિદ્યાર્થિની વાલી સાથે રસી લેવા પહોંચી હતી.
વિદ્યાર્થિની વાલી સાથે રસી લેવા પહોંચી હતી.

ગ્રામ્ય વિસ્તારમાં 69 હજાર કિશોરને રસી અપાશે
આજથી શરૂ થયેલા 15થી 18 વર્ષના તરુણોને કોરોના રસી મૂકવાના અભિયાનમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઉપરોક્ત વયના 69 હજાર કિશોરોને જિલ્લામાં 203 કેન્દ્રો ખાતે રસી મૂકવાનું આયોજન કરાયું છે. પ્રત્યેક રસી લેનારને કોવેક્સિનનો 0.5 એમએલનો ડોઝ અપાશે, જે વયસ્કો જેટલો જ છે.

એમજીએમ સ્કૂલ સમા ખાતે રસીકરણ અભિયાન શરૂ કરાયું.
એમજીએમ સ્કૂલ સમા ખાતે રસીકરણ અભિયાન શરૂ કરાયું.

કઈ કઈ સ્કૂલમાં રસીકરણ થશે

 • બાપોદ : શિવમ સ્કૂલ, વંદના સ્કૂલ
 • હરણી : ઊર્મિ સ્કૂલ
 • કિશનવાડી: વિદ્યામંદિર, ગુરુકુળ સ્કૂલ,ગણેશ વિદ્યાલય
 • પાણીગેટ : સયાજી બોયઝ સ્કૂલ
 • રામદેવનગર: એસડી પટેલ સ્કૂલ, માય શાનેન સ્કૂલ
 • સવાદ : બાલ ભારતી સ્કૂલ
 • સુદામાપુરી : સરદાર વલ્લભભાઈ સ્કૂલ, શ્રી વલ્લભ સ્કૂલ, મહર્ષિ વિદ્યાલય
 • વારસિયા : નારાયણ વિદ્યાલય
 • દંતેશ્વર : સરસ્વતી વિદ્યાલય, બરોડા સ્કૂલ
 • ગાજરાવાડી : શ્રી સ્વામી વિવેકાનંદ સ્કૂલ
 • કપુરાઈ : નારાયણ વિદ્યાલય, શ્રી અંબે વિદ્યાલય
 • માણેજા : શાંતિનિકેતન વિદ્યાલય, શારદા સ્કૂલ
 • માંજલપુર : ઓક્સિલિયમ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ, શિવમ સ્કૂલ
 • તરસાલી : ભવન્સ સ્કૂલ, ન્યુઇરા સ્કૂલ, ગુરુકુળ સ્કૂલ
 • વડસર : અંબે સ્કૂલ,શરદ કન્યા સ્કૂલ
 • યમુનામિલ : બીપીએસ સ્કૂલ, એસએસવી સ્કૂલ
 • સમા : એમજીએમ સ્કૂલ, આદર્શ હિન્દી વિદ્યાલય
 • નવાપુરા : ગીતામંદિર સ્કૂલ, મહારાણી ગુજરાતી
 • નવાયાર્ડ : ન્યૂ એરા સ્કૂલ સમા, રોશન મેમોરિયલ
 • છાણી : ગુજરાત પબ્લિક સ્કૂલ
 • શિયાબાગ : નવજીવન સ્કૂલ
 • ફતેપુરા : સર્વમંગલ સ્કૂલ
 • એકતાનગર : સરસ્વતી વિદ્યાલય
 • નવી ધરતી : શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલય, આર્ય કન્યા
 • અકોટા : સયાજી સ્કૂલ, વિદ્યા કુંજ, એસ એસ પટેલ
 • અટલાદરા : ગુજરાત પબ્લિક, ટ્રી હાઉસ
 • દિવાળીપુરા : એસટી કબીર,મધર સ્કૂલ, ક્રિષ્ના સ્કૂલ
 • ગોત્રી : વિદ્યા મંદિર, બેન્જામિન વર્લ્ડ સ્કૂલ
 • ગોકુલનગર:ગાયત્રી વિદ્યાલય,શાનેન વર્લ્ડ,રામેશ્વર
 • ગોરવા : સીકે પ્રજાપતિ, એલેમ્બિક, એસટી મેરરી
 • જેતલપુર : બરોડા સ્કૂલ, વિઠ્ઠલ વિદ્યાલય
 • સુભાનપુરા: તેજસ સ્કૂલ, આનંદ વિદ્યા વિહાર
 • તાંદલજા: MES સ્કૂલ,રામેશ્વર વિદ્યાલય,બેસિલ,ફૈઝ સ્કૂલ.
અન્ય સમાચારો પણ છે...