તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરામાં આજે વેક્સિનેશન બંધ:વેક્સિનેશન સેન્ટર વધારવાની સરકારની જાહેરાતો પણ જથ્થો ન મળતાં રસી ખૂટી પડી; સાંજ સુધીમાં વેક્સિન આવશે

વડોદરા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • રવિવારે સાંજ સુધીમાં નવો જથ્થો આવવાની શક્યતા
 • સોમવારથી વેક્સિનેશનની કામગીરી રાબેતા મુજબ થશે
 • તંત્રએ કહ્યું, સ્ટાફને આરામ આપ્યો છે

ડોદરામાં હાલ 34 અર્બન હેલ્થ સેન્ટરમાં વેક્સિનેશન પ્રોગ્રામ ચાલી રહ્યાં છે.જ્યારે વધુ વેક્સિનનો જથ્થો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા શહેરમાં આગામી સમયમાં વધુ વેક્સિનેશન સેન્ટર ખોલવામાં આવશે. વેક્શિનેશન પ્રોગ્રામમાં વડોદરા રાજ્યમાં બીજા નંબરે છે તેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું. તો બીજી તરફ શનિવારે જ શહેરમાં રસીનો જથ્થો ખૂટી પડતા રવિવારે તમામ સેન્ટરો પર વેક્સિનેશન બંધ રાખવાની ફરજ પડી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. રવિવારે સાંજ સુધીમાં નવો જથ્થો આવતા સોમવારથી રાબેતા મુજબ રસીકરણ શરૂ થઇ શકશે.

રોજના 6 હજારથી વધુ લોકો રસી મૂકાવતા હતા
વડોદરા શહેર-જિલ્લામાં આવતીકાલે રવિવારે કોરોના વેક્સિનની કામગીરી બંધ રહેશે. મુખ્યમંત્રી દ્વારા રસીકરણ વધારવાની જાહેરાત બાદ બે દિવસમાં જ ફિયાસ્કો થઇ ગયો હતો. વડોદરા શહેરમાં કોવિશિલ્ડ રસીનો જથ્થો પૂણેથી આવે છે. અગાઉ વડોદરામાં રોજની 6થી 7 હજાર રસી મૂકાતી હતી પણ છેલ્લા સમયથી સઘન રસીકરણ અંતર્ગત રોજની 12થી 13 હજાર રસીઓ મૂકાવાની શરૂ થઇ હતી. રસીકરણ માટેના સેન્ટર પણ વધારવામાં આવ્યાં હતા.

આસપાસના જિલ્લાઓમાં વેક્સિનેશન ચાલુ રહેશે
ત્યારે બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર પૂણેથી રસીનો જથ્થો આવતો ન હોવાથી રસીઓ ખૂટી પડી હતી. સમગ્ર શહેર માટે શુક્રવારે સેશન્સ પૂરા થયા બાદ 50 વાઇલ ઝોનદીઠ માંડ બાકી રહી હતી પણ નવો જથ્થો હજી આવ્યો ન હતો. જોકે પાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ કે, રસીકરણમાં જોડાયેલા કર્મચારીઓને એક દિવસ આરામ આપવાનો હોવાથી રવિવારના રોજ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે. વડોદરામાં હાલમાં 146 રસીકરણ કેન્દ્રો ખાતે રસીકરણની કામગીરી ચાલી રહી છે. જ્યારે વડોદરાની આસપાસના જિલ્લાઓમાં અપાતી કોવેક્સિનનો જથ્થો ખૂટ્યો ન હોવાથી ત્યાં રાબેતા મુજબ જ રસીકરણની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

ખૂટી નથી, 15000 રસી બાકી છે, રવિવારે 50 હજાર વેક્સિનનો જથ્થો આવી જશે
રસીનો જથ્થો ખૂટી પડ્યો નથી. હજી પણ પાલિકા પાસે 15000 રસીનો જથ્થો છે, રવિવારના રોજ 50 હજાર વેક્સિન આવશે. સ્ટાફને આરામ આપવાનો હોવાથી એક દિવસની કામગીરીની રજા રાખવામાં આવી છે. સોમવારથી રાબેતા મુજબ કામગીરી ચાલુ થશે. - ડો. દેવેશ પટેલ, આરોગ્ય અમલદાર, પાલિકા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો