તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:વિદ્યાર્થીને રસી ફરજિયાત, અધ્યાપકો અંગે સૂચના નહીં

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 165 દિવસ પછી MSUમાં 15મીથી ઓફલાઇન શિક્ષણ
  • ઓફલાઇન શિક્ષણ મરજિયાત, ઓનલાઇન ચાલુ રખાશે

MSUમાં 165 દિવસ પછી 15 જુલાઇથી ઓફલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે. સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન પ્રમાણે વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી છે કે નહિ તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઇ છે, પરંતુ અધ્યાપકોએ વેક્સિન લીધી છે કે નહિ તે અંગે કોઇ સૂચના આપવામાં આવી નથી.

કોરોનાના કેસ ઘટતાં સરકારે યુનિવર્સિટી-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટેની સૂચના આપી છે. મ.સ.યુનિ.ના સત્તાધીશોએ પણ 15મી જુલાઇથી ઓફલાઇન શિક્ષણ ચાલુ કરવા તમામ ફેકલ્ટી ડીનોને સૂચના આપી છે. સરકારે જાહેર કરેલી ગાઇડ લાઇન પ્રમાણે ઓફલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે મરજિયાત રહેશે. કોલેજોએ ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રાખવું પડશે. વર્ગ ખંડોમાં 50 ટકા મર્યાદામાં વિદ્યાર્થીઓને બેસાડવાના રહેશે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે. શૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ ફેસ માસ્ક પણ ફરજિયાત પહેરવાનું રહેશે.

આ ઉપરાંત વર્ગખંડમાં પ્રત્યક્ષ હાજરી આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પોતાના તથા અન્ય વિદ્યાર્થીઓના હિતમાં વેક્સિન લેવી પડશે. તબીબી કારણોસર અપવાદ રૂપ કિસ્સામાં વેક્સિન લીધી ન હોય તો જરૂરી તબીબી પ્રમાણપત્ર રજૂ કરવું પડશે અને તેમાં પણ કોલેજના સંચાલકોને સંતોષકારક લાગે તો વિદ્યાર્થીને વર્ગખંડમાં બેસવાની મંજૂરી અપાશે. બીજી તરફ અધ્યાપકોએ વેક્સિન લીધી છે કે નહિ તે અંગે સૂચના ગાઇડ લાઇનમાં અપાઈ નથી. વિદ્યાર્થીઓ માટે વેક્સિન ફરજિયાત પણ શૈક્ષણિક સ્ટાફ માટે કોઇ સૂચના નહિ આપતા આશ્ચર્ય ઊભું થયું છે.

અન્ય સમાચારો પણ છે...