કોરોના રસીકરણ:આજે સેકન્ડ ડોઝ માટે રસીકરણ ચાલુ રખાશે

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શનિવારે 10,965 લોકોએ રસી મૂકાવી

રવિવારે સ્વતંત્રતા પર્વ પર રસીકરણ માટે ખાસ કેમ્પનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાયું છે જેમાં બીજા ડોઝને પ્રાધાન્ય અપાશે. શનિવારે શહેરમાં થયેલા રસીકરણમાં કુલ 10965 લોકોએ રસી મુકાવી હતી. જે પૈકી 18 વર્ષથી ઉપરના 3553 લોકોએ પ્રથમ ડોઝ અને 2092 લોકો એ બીજો ડોઝ લીધો હતો તારે 45 વર્ષથી ઉપરના 1747 લોકોએ પ્રથમ ડોઝ અને 2092 લોકો એ બીજો લીધો હતો. જ્યારે 60 વર્ષથી ઉપરના 304 લોકોએ પ્રથમ અને 498 લોકોએ બીજોડોઝ લીધો હતો.

કોરોનાના નવા 3 કેસ, 2 દર્દીને ડિસ્ચાર્જ
શહેરમાં કોરોનાના શનિવારે માત્ર 3 દર્દીઓ નવા નોંધાયા હતા, જે પૈકી દક્ષિણ ઝોનના ભક્તિનગરમાં 1, વડસરમાં 1 અને ફતેપુરામાં 1 દર્દી આવ્યો હતો. 1291 લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. છેલ્લા દોઢ મહિનાથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે શહેરમાં માત્ર 21 એક્ટિવ દર્દીઓ જ કોરોનાના રહ્યા છે,

અન્ય સમાચારો પણ છે...