તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટાડો:સ્કૂલો શરૂ થતાં રસીકરણ કેમ્પ અર્બન હેલ્થ સેન્ટરમાં ખસેડાયા, 2 દિવસથી વેક્સિનેશનનો આંક 10 હજારથી નીચે ગયો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
હરણીની સ્કૂલમાં સેન્ટર બંધ હોવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યું હતું. - Divya Bhaskar
હરણીની સ્કૂલમાં સેન્ટર બંધ હોવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યું હતું.

શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં શનિવારે કોવિશીલ્ડનો જથ્થો ન હોવા છતાં 8597 લોકોએ કોવેક્સિન રસી મુકાવી હતી. આ સાથે શાળાઓમાં ફરી એક વખત ધોરણ 6 થી 8ના ક્લાસ શરૂ થતાં શાળાઓમાં ચાલી રહેલા વેક્સિનેશન કેમ્પ પૈકી મોટાભાગના કેમ્પ અર્બન હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ વેક્સિનેશન સેન્ટર પણ ઓછા કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે કોઈ ચોક્કસ માહિતી અપાઈ નથી. તેમના જણાવ્યા મુજબ અમે અવારનવાર જરૂરિયાત મુજબ બદલાવ કરતા હોઈએ છીએે. વેક્સીનેશન સેન્ટર 90 જેટલા જ કાર્યરત છે.

શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં છેલ્લા બે દિવસથી રસીકરણનો આંક 10 હજારની અંદર ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા કોવિશીલ્ડનો જથ્થો આપવામાં આવતો નથી, જેથી રસીકરણ ઓછું થઇ જવું છે. શનિવારના રોજ હરણી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં આજે રસીકરણ બંધ હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જ્યારે સ્વામી વિવેકાનંદ સ્કૂલ સવદનું સેન્ટર બદલીને વોર્ડ નંબર 2ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ખસેડાયું છે. શનિવારે રસી લેવા માટે આવનારા લોકોમાં બીજો ડોઝ લેનારાની સંખ્યા 5360 હતી, જ્યારે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 3237 નોંધાઇ હતી.

18 વર્ષથી ઉપરના વયજૂથમાં 1595 લોકોએ પ્રથમ ડોઝ અને 4221 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 45 વર્ષથી ઉપરના હવે જૂથમાં 325 લોકોએ પ્રથમ અને 866 લોકોએ બીજો ડોઝ લીધો હતો. જ્યારે 60 વર્ષથી ઉપર માં 1135 લોકોએ પ્રથમ અને 141 લોકોએ બીજો ડોઝ લીધો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં રસી લેવા આવનારામાં બીજો ડોઝ લેનારાની સંખ્યા માત્ર 40 ટકા જેટલી છે.

અન્ય સમાચારો પણ છે...