તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું, રસી લેનારને ગિફ્ટ અપાઈ

વડોદરા3 મહિનો પહેલા
તમામ લોકોએ રસી લીધી હોય તેવી પ્રથમ આવાસ યોજના
  • સમા ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 22 ટાવરમાં 2500 લોકો રહે છે.

વડોદરા મહાનગર સેવાસદન દ્વારા વેક્સિનેશન માટે મહા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આજે ઇલેક્શન વોર્ડ નંબર 3 સમા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં વેક્સિનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસના તમામ લોકો વેક્સિન લે તે માટે પ્રોત્સાહક રૂપે ગિફ્ટ આપવામાં આવી હતી.આ વેક્સિનેશન મહા અભિયાન અંતર્ગત મોટી સંખ્યામાં લોકો વેક્સિન લેવા માટે સવારથી આવી પહોંચ્યા હતા.

500 લોકોને રસી આપવાનું આયોજન
વડોદરા મહાનગર સેવા સદનની આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું હતું કે, સમા વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં આજે રસીકરણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોકો વધુ જોડાય અને વેક્સિન લે તે માટે વેક્સિન લેનાર તમામ લોકોને ગિફ્ટ આપવામાં આવી હતી. આજે 500 લોકોને રસી આપવાનું આયોજન છે. શહેરના તમામ વિસ્તારોમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવે તો વડોદરા શહેર કોરોના મુક્ત થઇ જશે.

આવાસ યોજનાના તમામ લોકોએ રસી મુકાવી
આવાસ યોજનાના તમામ લોકોએ રસી મુકાવી

100 ટકા લોકોએ રસી મુકાવી
સ્થાનિક પિન્કીબહેન કાજલાએ રસી લીધા બાદ જણાવ્યું કે, વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતા લોકો આજે રસી મુકાવી રહ્યા છે. 100 ટકા લોકોએ રસી મુકાવી હોઇ, તેવી શહેરની પહેલી આવાસ યોજના છે. જ્યાં તમામ લોકોએ કોરોના સામે રક્ષણ આપતી રસી મુકાવી કોરોના મુક્ત થયા છે. અમારા સમા ખાતેના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 22 ટાવરમાં 2500 લોકો રહે છે. આજે તમામ લોકો કોરોના મુક્ત થઇ જશે. અમે અન્ય લોકોને પણ અપિલ કરું છું કે તમામ લોકો વેક્સીન લે અને કોરોના મુક્ત બને.