કોરોના વડોદરા LIVE:વધુ બે કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 72,074 પર પહોંચ્યો, નવા 4 દર્દી ડિસ્ચાર્જ થયા

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મચ્છરજન્ય રોગચાળાને લઈને શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા બ્રિડીંગના સ્થળ શોધવાની કામગીરી તેજ કરવામાં આવી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
મચ્છરજન્ય રોગચાળાને લઈને શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા બ્રિડીંગના સ્થળ શોધવાની કામગીરી તેજ કરવામાં આવી છે.(ફાઈલ તસવીર)
  • 4130માંથી 2204 લોકોએ બીજો ડોઝ લીધો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં વધુ બે કેસ નોંધાતા કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,074 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,430 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.આજે પણ કોવિશિલ્ડનો જથ્થો ન આવતાં વેક્સિનેશનને બ્રેક લાગી ગઈ છે. ડેન્ગ્યુનો ભરડો વધતાં પાલિકા દ્વારા 11 સાઈટને નોટિસ આપવામાં આવી છે.

કોરોનાના 2 નવા કેસ
વડોદરામાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં બે કેસ નોંધાયા હતા. આ બંને કેસ માંજલપુર અને મકરપુરા વિસ્તારમાં નોંધાયા છે. આ માટે 1079 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 72,074 પર પહોંચી છે. શહેરમાં 21 દર્દીઓની કોરોનાની સારવાર ચાલી રહી છે, જ્યારે 1ને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. હાલમાં 33 દર્દીઓ ક્વોરન્ટાઇન છે, જ્યારે આજે 4 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

પહેલા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ
રસીનો જથ્થો નહીં આપવામાં આવતા માત્ર 4130 લોકોનું રસીકરણ થયું હતું જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ શનિવારે પણ રસી આવનાર નથી. જેથી માત્ર બચેલી રસીના જથ્થાથી રસીકરણ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આજથી ત્રણ દિવસ અગાઉ સર્જાઈ હતી અને ગયા બુધવારે માત્ર બે હજાર લોકોનું રસીકરણ થયું હતું તેવું શનિવારે પણ થાય તેવી શક્યતાઓ જણાય છે. થયેલા રસીકરણમાં 2204 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો. જે પૈકી 1633 લોકો 18 વર્ષથી 44 વય જૂથના હતા. શહેરમાં થયેલા રસીકરણમાં કુલ 54. 54 ટકા લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. જ્યારે સંખ્યાની દ્રષ્ટિએ 8,57,390 લોકોએ બીજો ડોઝ લીધો છે. હજુ પણ શહેરમાં પહેલા ડોઝનું વેક્સિનેશન પણ સો ટકા પૂર્ણ થયું નથી.

કોવેક્સિન છે પરંતુ લોકો લેતા નથી
ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદારએ જણાવ્યું હતું કે,આરોગ્ય વિભાગ પાસે કોવેક્સિનના 7 હજાર જેટલા ડોઝ પડેલા છે, પરંતુ લોકો તે લેતા નથી માત્ર કોવિશિલ્ડ લેવા માટે આગ્રહ રાખે છે જેથી રસીકરણ ઓછુ જણાય છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,052 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,995, ઉત્તર ઝોનમાં 11,793, દક્ષિણ ઝોનમાં 11,799, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ માંજલપુર અને મકરપુરા