તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:16થી વધુ સેન્ટર પર રસી દોઢ કલાક મોડી આવતા હોબાળો

વડોદરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
હરણી રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલના સેન્ટર પર દોઢ કલાક મોડી વેક્સિન આવતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો - Divya Bhaskar
હરણી રોડ પર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલના સેન્ટર પર દોઢ કલાક મોડી વેક્સિન આવતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો
  • બીજા ડોઝ માટેની માથાકૂટ યથાવત્
  • સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા વોકિંગ વેક્સિનેશનના કોન્સેપ્ટનો ફિયાસ્કો, હવે રસી તો ઠીક પેરાસિટામોલ પણ ખૂટી પડે છે

8 અર્બન હેલ્થ સ઼ેન્ટરના 16થી વધુ રસીકરણ કેન્દ્રો પર શનિવારે રસી દોઢ કલાક મોડી આવતાં હોબાળો મચ્યો હતો. 10.30 વાગે રસી આવતા કામગીરી શરૂ થઇ શકી હતી. શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં બીજો ડોઝ લેવા માટે આવનારા નાગરિકોની કફોડી હાલત થઈ રહી છે. સવારે 8:30 વાગ્યાથી લોકો રસી લેવા માટે લાઈન લગાડે છે અને 9:30 વાગે ટોકન પૂરા થઈ જાય છે. સ્પોટ રજિસ્ટ્રેશન દ્વારા વોકિંગ વેક્સિનેશનના કોન્સેપ્ટનો રસીની અછતના પગલે ફિયાસ્કો થયો છે.

રોજ હજારો લોકો રસીકરણ કેન્દ્ર પર તેમને સમાવી લેવા સેન્ટર સંચાલકોને કાલાવાલા કરી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ કે સ્થાનિક કોર્પોરેટરો દ્વારા આ અંગે કોઇ દરકાર લેવાતી નથી. રાજ્ય સરકાર દ્વારા જથ્થો મોકલાવાય છે અને તે મુજબ રસી મુકાય છે, તેવો જવાબ લોકોને અપાય છે.શનિવારે પણ સૌથી વધુ રસી પહેલા ડોઝવાળા નાગરિકોને મૂકવામાં આવી છે.

રસીકરણ સેન્ટર પર બુકિંગ કરાવીને આવનારા લોકો અને સીધા રસી મુકાવવા આવનારા લોકો વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે. હરણી રોડની સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે રસી મોડી આવતા હોબાળો મચ્યો હતો, જ્યારે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રસી બાદ આપવામાં આવતી પેરાસિટામોલ ટેબ્લેટ ખૂટી જતાં 25 લોકોને ટેબ્લેટ વગર પરત મોકલવા પડ્યા હતા.

કોવિશિલ્ડના 26 હજાર ડોઝ ફાળવ્યા
શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં શનિવારે કુલ 17,839 લોકોએ રસી મુકાવી હતી. જે પૈકી 18થી ઉપરના 7098 લોકોએ પ્રથમ ડોઝ અને 1137 લોકોએ બીજો ડોઝ લીધો હતો, જ્યારે 45થી ઉપરના 2396 લોકોએ પ્રથમ અને 3712 હજાર લોકોએ બીજો ડોઝ લીધો હતો. રવિવાર અને સોમવાર માટે રાજ્ય સરકાર દ્વારા વડોદરાને 26 હજાર કોવિશીલ્ડના ડોઝ ફાળવવામાં આવ્યા છે.

સવારે 8 વાગ્યાથી લાઇનમાં ઉભેલા લોકોનું 11 વાગે રસીકરણ શરૂ થયું
હરણીથી વાઘોડીયા રોડના પૂર્વ િવસ્તારમાં 8 અર્બન હેલ્થ સેન્ટરનાં રસીકરણ કેન્દ્રો પર સવારે 10-30 વાગ્યે રસી આવતાં નાગરિકો અટવાયા હતા. રસી મોડી આવવાને પગલે અંદાજે 11 વાગ્યાના અરસામાં રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેેલા લોકો હેરાન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...