સ્ટોકની મોકાણ:રસીનો નવો જથ્થો ન મળતાં 26 સેન્ટર પર જ રસીકરણ, શુક્રવારે 5112 કિશોરોને રસી મૂકાઇ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શનિવાર માટે 9 હજાર ડોઝની ફાળવણી

શહેરમાં ચાલી રહેલા 15થી 18 વર્ષના બાળકોના રસીકરણમાં શુક્રવારે રસીનો જથ્થો ન હોવાને પગલે આરોગ્ય વિભાગ હેઠળ શહેરની માત્ર 26 સ્કૂલોમાં રસીકરણ શક્ય બન્યુ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. કિશોર વયના બાળકોને માત્ર કોવેક્સિન મૂકવામાં આવે છે. જે રસીના માત્ર 8000 ડોઝનો જથ્થો શુક્રવારે આરોગ્ય વિભાગ પાસે હતો. જેને પગલે મેગા વેક્સિનેશન નું આયોજન પડતું મુકવામાં આવ્યું હતું. માત્ર 5112 વિદ્યાર્થીઓને રસી મૂકવામાં આવી હતી.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં થયેલા રસીકરણમાં પણ રાજ્યમાં વડોદરા કોર્પોરેશન અગ્રેસર છે શનિવાર માટે માત્ર 9000 ડોઝ કોવેક્સિનના ફાળવવામાં આવ્યા છે. જેને પગલે શનિ-રવિવારે સાંજની રસીકરણની સાઈડને બદલે સવારથી જ રસીકરણ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. 96,660ના લક્ષ્યાંક સામે અંદાજે 54% જેટલું રસીકરણ થયું છે.

વેક્સિનેશન સેન્ટરો ઓનલાઇન ન દેખાયા
શુક્રવારે શહેરમાં ચાલી રહેલા સામાન્ય નાગરિકોના રસીકરણ અને બાળકોના રસીકરણ અંગેના સેન્ટરો કોર્પોરેશનની વેબસાઈટ પર દેખાયા નહતા. જ્યારે કોવેક્સિન મુકાવા આવેલા નાગરિકોને રસીકરણ સેન્ટરો પરથી પરત જવાનો વખત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...