તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:2 સ્થળે રસી મૂકી પેરાસિટામોલ ન આપી,અન્ય 2 કેન્દ્રમાં 2 જ અપાઇ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રસીના ડોઝ બાદ હવે ટેબ્લેટનો શોર્ટ સપ્લાય

શનિવારે ત્રણ દિવસ બાદ ફરી શરૂ થયેલા રસીકરણમાં નાગરિકોને પર જવાની સાથે નવી સમસ્યા નો સામનો કરવો પડ્યો છે. સમા અર્બન હેલ્થ સેન્ટર ના બે રસીકરણ કેન્દ્રો સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને એકતાનગર ખાતે રસી લેનાર લોકોને પેરાસીટામોલ વગર પરત મોકલાયા હતા. જ્યારે હરણી રોડ વિસ્તારના બે રસીકરણ કેન્દ્રો ઉપર ચાર પેરાસીટામોલ ને બદલે માત્ર બે પેરાસીટામોલ રસી લેનારને આપવામાં આવતી હતી આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ રાજ્ય સરકાર તરફથી આવતો પેરાસીટામોલ નો શોર્ટ સપ્લાય હોવાથી અા સ્થિતિ ઊભી થઈ છે.

શહેરમાં ચાલી રહેલા રસીકરણમાં કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા રસી લેનાર વ્યક્તિને બે દિવસ તાવ આવે તો તેની સારવાર માટે પેરાસીટામોલ રોજના બે ડોઝ તરીકે ચાર ગોળી આપવામાં આવતી હોય છે રાજ્ય સરકાર રસીકરણ માટે પેરાસીટામોલ અાપતી નથી પરંતુ અબર્ન હેલ્થ સેન્ટરોનો જથ્થો વપરાય છે. શહેરમાં રોજના 20 હજારના રસીકરણના ટાર્ગેટ સામે 80 હજાર જેટલા પેરાસીટામોલ ટેબ્લેટની રોજ જરૂર પડે છે. ્રણ દિવસ બાદ ફરી શરૂ થયેલા રસીકરણમાં માત્ર 12405 લોકોએ રસી મુકાવી હતી.

જેમાં 18 વર્ષ ઉપરના 5112 લોકોએ પ્રથમ ડોઝ અને 450 લોકો એ બીજો ડોઝ લીધો હતો જ્યારે 45 વર્ષથી ઉપરના 1560 લોકોએ પ્રથમ ડોઝ અને 2357 લોકોએ બીજો દોષ દીધો હતો.શહેરના વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપર એક વાગ્યાનો સમય હોવા છતાં 12 વાગ્યે રસીકરણ પૂરું થઈ જાય છે. જથ્થો ન હોવાથી શનિવારે અંદાજે પાંચ હજાર લોકો પરત ગયા હતા.

સમયાંતરે ટેબ્લેટ આવે છે,ફિક્સ ક્વોટા નથી
શનિવારે રાજ્ય સરકાર દ્વારા બે લાખ પેરાસીટામોલ આપવામાં આવી છે. છેલ્લા ક્યારે આપી હતી અને હવે ફરી ક્યારે આવશે તે ખબર નથી. સમયાંતરે ટેબલેટ આવે છે ફિક્સ કોટા નથી. > ડો. દેવેશ પટેલ, મુખ્ય આરોગ્ય અમલદાર કોર્પોરેશન

અન્ય સમાચારો પણ છે...