તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાખંડના સ્પીકરનો પ્રવાસ રદ:દુર્ઘટના સર્જાતાં ઉત્તરાખંડના સ્પીકર સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ રદ કરી પરત રવાના

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રેમચંદ અગ્રવાલ - Divya Bhaskar
પ્રેમચંદ અગ્રવાલ
  • વર્ષ 2013ની ઘટના હજુ પણ ભૂલી શકાઈ નથી : પ્રેમચંદ્ર અગ્રવાલ

ઉત્તરાખંડના ચમોલીના તપોવનમાં ગ્લેશિયર તૂટી પડતાં ઋષિગંગા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.આ ઘટનામાં NTPCના ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરતા 150 લોકો તણાયા હોવાની શંકા છે. ઉત્તરાખંડના સ્પીકર પ્રેમચંદ અગ્રવાલ રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે હતા. તેઓ પ્રવાસ રદ કરીને વડોદરાથી ઉત્તરાખંડ રવાના થયા હતા.

પ્રેમચંદ અગ્રવાલે જણાવ્યું કે, ગ્લશિયયર તૂટવાની ઘટનાના પગલે ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન થયું છે. આ ઘટના સાંભળી હું ગભરાટ અનુભવું છું. વર્ષ 2013ની ઘટના હજુ માનસપટલથી ભૂંસાઈ નથી. ભગવાન ઉત્તરાખંડ રાજ્યના લોકોની રક્ષા કરે તેવી પ્રાર્થના કરું છું. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. હું ભલે ગુજરાતમાં છું છતાં ઉત્તરાખંડના સ્થાનિક તંત્રના અધિકારીઓ સાથે વાત કરી રહ્યો છું. લોકોએ અફવાથી દૂર રહેવું જોઈએ. હાલ લોકોની સુરક્ષા કરવા પર વધુ ધ્યાન છે

ઉત્તરાખંડની ઘટના બાદ વડોદરા કલેક્ટર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો
ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશીયર તૂટી પડવાની ઘટના બાદ કલેક્ટર કચેરીમાં કંટ્રોલરૂમ એક્ટિવ કરાયો છે. શહેર તેમજ જિલ્લામાંથી કોઈ ઉત્તરાખંડમાં ફસાયું હોય તો જિલ્લા કલેક્ટરે કંટ્રોલરૂમ નંબર 0265-2427592 અને 1077 પર જાણ કરવા જણાવ્યું છે.

કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, જિલ્લામાંથી કોઈ શહેરીજનો ઉત્તરાખંડ ફરવા ગયા હોય અને ફસાયા હોય તો તેમને તાત્કાલીક કલેક્ટરના કંટ્રોલરૂમમાં જાણ કરવા જણાવ્યું છે. જ્યારે કલેક્ટર કચેરીએ પોતાના કંટ્રોલરૂમના નંબર સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ મૂક્યા છે. નિવાસી અધિક કલેક્ટર ડી.આર.પટેલે જણાવ્યું કે, હજુ સુધી વડોદરાના કોઈ મુસાફરો ઉત્તરાખંડમાં ફસાયા હોય તેવી કોઈ જાણકારી મળી નથી.

અન્ય સમાચારો પણ છે...